Site icon Revoi.in

દુનિયાના આ દેશો પત્રકારો માટે નથી સલામત

Social Share

દિલ્હીઃ પ્રજા સુધી સત્ય પહોંચાડવા માટે પત્રકારો દિવસ-રાત એક કરી નાખે છે. ત્યારે દુનિયાના અનેક દેશોમાં પત્રકારો ઉપર હુમલા અને હત્યાના બનાવો બને છે. ઈરાન અને પાકિસ્તાન સહિત દુનિયાના પાંચ દેશો પત્રકારો માટે અસુરક્ષિત હોવાનું ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાનમાં વર્ષ 1990થી 2020 સુધીના 30 વર્ષના સમયગાળામાં સૌથી વધારે ઈરાનમાં પત્રકારોની હત્યા થઈ છે. 30 વર્ષના સમયગાળામાં ઈરાનમાં લગભગ 340 પત્રકારોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં વર્ષ 2017માં એક પત્રકારને સરકારે ફાંસીની સજા પણ આપી હતી. મેસ્કિકો અને ફિલિપાઈન્સમાં 30 વર્ષના સમયગાળામાં 178-178 પત્રકારોની હત્યા કરવામાં આવી છે. જ્યારે પાકિસ્તાનમાં 138 પત્રકારોની હત્યા કરવામાં આવી છે.