Site icon Revoi.in

ઈડી-સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષના આરોપો પાયાવિહોણાઃ રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હીઃ જો કોઈની સામે કાર્યવાહી થાય છે ત્યારે કહેવામાં આવે છે કે, સરકાર કરાવી રહી છે. જ્યારે ઈડી અને સીબીઆઈ કોઈ કાર્યવાહી કરે છે, તે પોતાનું કામ કરે છે, કેન્દ્રીય એજન્સીઓની તમામ કામગીરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. તેમ કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ઈડી અને સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષ ઉપરના આરોપો પાયાવિહોણા છે.

એક કાર્યક્રમમાં રાજનાથ સિંહને ઈલેક્ટોરલ બોન્ડ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, 14 કંપનીઓ એવી છે જેમની સામે ઈડી-સીબીઆઈની કાર્યવાહી ચાલી રહી છે. તેમણએ ઈલેક્ટોરલ બોન્ડ મારફતે દાન આપ્યું છે.જ્યારે 16 કંપનીઓ એવી છે જે ખોટમાં ચાલી રહી છે તેમ છતા પણ તેમણે દાન કર્યું હતું. આ સવાલ ઉપર રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, મામલો સુપ્રીમ કોર્ટમાં છે. જેથી આ મામલે વધારે ટીપ્પણી કરવી યોગ્ય નથી.

અરવિંદો ફાર્માના શરત ચંદ્ર રેડ્ડીની ધરપકડ અને આબકારી પ્રકરણમાં આરોપી હોવા છતા તેમણે ઈલેક્ટોરલ બોન્ડ મારફતે દાન લેવા મામટે રાજનાથ સિંહને સવાલ કર્યો હતો. તેમજ પૂછ્યું હતું કે, અરવિંદ કેજરિવાલની ધરપકડ પણ રેડ્ડીના નિવેધન આરે થઈ છે. આ પાછળ કાવતરાનો આરોપ લાગે છે. જેના જવાબમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ અરવિંદ કેજરિવાલ તરફથી આ વાત કરવામાં આવી હતી. એટલે કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ.

અરવિંદ કેજરિવાલ જેલમાંથી સરકાર ચલાવશે તે મામલે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જેલમાંથી સરકાર ચલાવવા મામલે કોઈ પ્રતિબંધ નથી. પરંતુ નૈતિકતા પણ એક વસ્તુ છે અને ભારતમાં આ નૈતિકતાનું પાલન કરી છીએ કે, સમાજના અંતિમ તબક્કામાં બેઠેલો વ્યક્તિ પણ કોઈ ઉપર આંગળી ચિંધે છે, આરોપ લગાવે છે તો પોતાના પદથી ત્યાગપત્ર આપી દે છે અને જ્યાં સુધી પદ નહીં સ્વિકારે જ્યાં સુધી આરોપ ખોટો સાબિત ના થાય.

તેમણે જણાવ્યું હતું કે, એક વખત અડવાણીના ઉપર આરોપ લાગ્યો હતો તો તેમણે સાંસદનું પદ પણ છોડી દીધું હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી હું આરોપ મુક્ત નહીં થાય ત્યાં સુધી સાંસદનું સભ્ય પદ સ્વિકારીશ નહીં.