Site icon Revoi.in

રોગચાળો વકર્યો: અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા,સૌથી વધુ બાળકો બીમાર

Social Share

અમદાવાદ:હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.જેને પગલે લોકો બીમાર પડતા હોય છે.આવી કાળઝાળ ગરમીમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી અત્યંત જરૂરી બની છે.લૂ લાગવાથી નાનેરા થી લઇ મોટેરા સુધીના લોકો તાવ,ઝાડા-ઉલટી સહિતના રોગોની ચપેટમાં આવતા હોય છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. આ બીમારી બાળકોમાં વધુ જોવા મળી રહી છે. જેને પગલે બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ભાર આપવાની જરૂર છે.માર્ચ મહિનામાં બાળકોની ઓપીડીના કેસો વધીને 1733 થયા છે.તો શરીરમાં પાણી ઘટી જતા 590 જેટલા બાળકો સારવાર હેઠળ છે. સોલા સિવિલમાં 140 બાળકોની સારવાર ચાલી રહી છે.આગામી દિવસોમાં જેમ જેમ ગરમી વધશે તેમ બીમારીનું પ્રણામ પણ વધી શકે છે.

અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં ઝાડા-ઉલટીના કુલ 137 કેસ નોંધાયા છે.સોલા સિવિલમાં અત્યારે 1150થી 1200 જેટલા કેસ નોંધાઇ રહ્યાં છે.ફેબ્રુઆરીમાં ઝાડાના 137 કેસ જયારે ઉલટીના 45 કેસ નોંધાયા હતા.

આમ,કાળઝાળ ગરમીથી બાળકોમાં આવનારા સમયમાં હજુ જોખમ વધે તેવી ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.