લખનૌ, 5 ફેબ્રુઆરી, 2026 – 300 Hindu women દેશમાં અનેક ક્ષેત્રમાંથી વારંવાર ધર્માંતર, હિન્દુ મહિલાઓ સાથે છેતરપિંડી, દુષ્કર્મ, લવ જેહાદના સમાચાર આવ્યા જ કરે છે. આવા જ એક સમાચાર ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાંથી આવ્યા છે. અહીં અસદુદ્દીન ઓવૈસીના પક્ષના એક નેતાએ ખૂબ મોટા પાયે હિન્દુ મહિલાઓ સાથે ગંભીર છેતરપિંડી અને ધર્માંતરનું એક મોટું કૌભાંડ છતું થયું છે.
મીડિયા અહેવાલો અનુસાર યુપીના બસ્તીમાં જાતીય શોષણ, લગ્નની લાલચ, સેક્સ રેકેટ અને ધર્માંતરણનું દબાણ કરવાનો એક કિસ્સો જાહેર થયો છે. મળતી માહિતી મુજબ 300થી વધુ હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પહેલા તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ આ યુવતીઓને બ્લેકમેલ કરી સેક્સ રેકેટમાં ધકેલીને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવે છે.
આ મામલામાં પોલીસે એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. આ કેસ એક યુવતીએ નોંધાવ્યો છે, પરંતુ આરોપ છે કે તેના જેવી 300 થી 350 યુવતીઓ અત્યાર સુધી ફસાઈ ચૂકી છે. આરોપ છે કે AIMIMના અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સ તેના સાથીદારો સાથે મળીને આ આખું ષડયંત્ર ચલાવી રહ્યો હતો. પોલીસ ગુનો નોંધ્યા બાદ અઝફરુલ હકની મુંબઈથી ધરપકડ કરી બસ્તી લઈ આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી આખા નેટવર્કને શોધી કાઢવામાં લાગી છે.
હિન્દુ બનીને લગ્નની લાલચ આપી અને સંબંધ બાંધતો હતો
હકીકતમાં આ મામલો વર્ષ 2022નો છે જ્યારે બસ્તીની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી યુવતીની મુલાકાત આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સ સાથે થઈ હતી. આરોપીએ પોતાનું નામ પ્રિન્સ બતાવ્યું હતું. પીડિતાના આરોપો મુજબ આરોપીએ તેને બીજી હોસ્પિટલમાં વધુ પગાર અપાવવાના નામે પોતાની પાસે બોલાવી હતી. પીડિતા આરોપીએ આપેલા સરનામે ગઈ તો તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.
પીડિતાએ અનેક આરોપો લગાવતા જણાવ્યું કે, બળાત્કાર થયા બાદ જ્યારે તેણે વિરોધ કર્યો તો આરોપીએ તેની સાથે લગ્ન કરવાની વાત કરી. પીડિતા લગ્નની વાત પર માની ગઈ અને ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાતા રહ્યા. પીડિતાએ જ્યારે અઝફરુલ હક પર પરિવાર સાથે મુલાકાત કરાવવાનું દબાણ કર્યું, ત્યારે પહેલા તેણે આનાકાની કરી, પરંતુ જ્યારે તેણે પીડિતાની મુલાકાત પોતાના પરિવાર સાથે કરાવી ત્યારે તેને ખબર પડી કે આરોપી હિન્દુ નહીં પણ મુસ્લિમ છે.
આરોપીએ મુસ્લિમ તરીકેની ઓળખ સંતાડી
આ મહિલાના જણાવ્યા અનુસાર આરોપી અને તેના પરિવારજનોએ તેને એક રૂમમાં પૂરી દીધી. તે રૂમમાં અન્ય બે લોકોએ પણ તેની સાથે બળાત્કાર કર્યો. પીડિતાએ જણાવ્યું કે તે કોઈક રીતે ત્યાંથી નીકળી ત્યારે તેને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈને આ બધું જણાવ્યું તો પરિવારની હત્યા કરી દઈશું.
બસ્તી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મુજબ આરોપી અઝફરુલ હક ધર્માંતરણ અને સેક્સ રેકેટનો અગ્રણી હતો. તેને પરિવારનો પણ સાથ મળેલો હતો. આ જ કારણે આરોપી તરીકે અઝફરુલ હક અને તેના પરિવારના સભ્યો તથા સાથીદારો મળીને કુલ આઠ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે આરોપી અઝફરુલ હકની ધરપકડ બાદ પોલીસ અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
પીડિતાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
મીડિયા સાથે વાત કરતા પીડિતાએ કહ્યું કે આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સ પહેલા પોતાની ઓળખ છુપાવતો રહ્યો. ઓળખ જાહેર થયા પછી તેણે આરોપી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. પીડિતાનો આરોપ છે કે તેની ફરિયાદ પર પોલીસે હળવી કલમો હેઠળ ગુનો નોંધી કોઈ કાર્યવાહી કરી નહોતી.
કેટલાક હિન્દુ સંગઠનો અને મહિલા વકીલની મદદથી તેણે 15 જાન્યુઆરીએ ગુનો નોંધાવ્યો. પીડિતાએ કહ્યું કે પ્રિન્સ ઉર્ફે અઝફરુલ હકની મહિલા સહયોગી પણ આ કાળા કામમાં તેને મદદ કરે છે. તેની ગેંગ કેરળથી લઈને નેપાળ સુધી સક્રિય છે. ઘણી યુવતીઓને બ્લેકમેલ કરી સેક્સ રેકેટમાં ધકેલી દેવામાં આવી છે. તેણે કહ્યું કે એફઆઈઆર નોંધાવ્યા પછી પણ તેને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. તેનો દાવો છે કે જો પોલીસ બરાબર તપાસ કરે તો આખો મામલો ખુલીને સામે આવી જશે. તેણે સરકાર પાસે સુરક્ષાની પણ વિનંતી કરી છે.
આ મામલામાં પીડિતાના વકીલે કહ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળ્યા પછી પણ જ્યારે કેસ નોંધવામાં ન આવ્યો, ત્યારે તેમણે સીએમ યોગીને મેઈલ કરીને આ મામલે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી જ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે માંગ કરી છે કે માત્ર અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સ જ નહીં પરંતુ પરિવારના અન્ય સભ્યોની પણ ધરપકડ થવી જોઈએ.

