Site icon Revoi.in

પાકિસ્તાન સેના, ISI અને લશ્કર-એ-તૈયબા ભારત અને કાશ્મીર વિશે જુઠ્ઠ ફેલાવે છેઃ આતંકવાદી બાબર

Social Share

દિલ્હીઃ ઉરી સેકટરમાંથી ઝડપાયેલા પાકિસ્તાનના આતંકવાદીએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. એટલું જ બાબર નામના આ આતંકવાદીએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને પરત માતા પાસે લઈ જવા માટે વિનંતી કરી છે.

ભારતીય સેનાએ જાહેર કરેલા બાબર પાત્રાના વીડિયોમાં બાબરે કહ્યું હતું કે, મને લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડર, આઈએસઆઈ અને પાકિસ્તાની સેના મારી માતા પાસે પરત લઈ જવા અપીલ કરું છે. તૈયબાઓના આતંકી આકાઓએ જ તેને ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા મોકલ્યો હતો. એટલું જ નહીં તેણે વીડિયો ભારતીય સેનાના વખાણ કર્યાં છે. જ્યારે પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનો ભારતીય સેના અને કાશ્મીર મુદ્દે લોકોને ગુમરાહ કરતા હોવાનો પણ દાવો પણ આતંકવાદીએ કર્યો છે.

ભારતીય સુરક્ષા જવાનોએ ઉરી સેકટરમાં તાજેતરમાં જ ઓપરેશન હાથ ધરીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે તેના સાગરિત બાબરને ઝડપી લીધો હતો. આતંકવાદીનો ભારતીય સેનાએ જાહેર કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે, પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા કાશ્મીરની સ્થિતિ અંગે જુઠ ફેલાવી રહ્યાં છે. અમને કહ્યું હતું કે, ભારતીય સેના કાશ્મીરમાં રક્તપાત કરે છે પરંતુ પાકિસ્તાની સેના અને આઈએસઆઈના દાવાથી વિપરિત કાશ્મીરની સ્થિતિ છે. એટલું જ નહીં ભારતીય સેના પણ પાકિસ્તાનની સેના કરતા સારી છે. ભારતીય સુરક્ષા એજન્સીની કસ્ટડીમાં પણ પાંચ વાર લાઉડસ્પીકર ઉપર આઝાન સાંભળું છું. પાકિસ્તાની સેના પાકિસ્તાની કાશ્મીરમાં અમારી લાચારીનો દુરઉપયોગ ઉઠાવી રહી છે.