Site icon Revoi.in

પાકિસ્તાની આતંકવાદી નેપાળના માર્ગે ISIની મદદથી ભારતમાં ઘુસ્યો, તહેવારોમાં હુમલાનું કાવતરુ

Social Share

દિલ્હીઃ સ્પેશિટલ ટીમે ઝડપી લીધેલા પાકિસ્તાની આતંકવાદી અશરફ ઉર્ફે અલી અહમદ નૂરીની પોલીસે પૂછપરછ આરંભી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આતંકવાદી દિલ્હીમાં દશેરા અને દિવાળીની ઉજવણીને માતમમાં ફેરવાના કાવતરાને અંજામ આપવા માંગતો હતો. પાકિસ્તાની આતંકી આક્કાઓએ તેને આ કાવતરાને પગલે તાલીમ આપી હતી. એકે-47 જેવા ઘાતક હથિયાર સાથે કાવતરાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેના ઘરેથી દબોચી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી પાસેથી ઓકે-47 રાઈફલ ઉપરાંત મેગેજીનમાં 60 રાઉન્ડ કારતુસ, હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડ ગોળીઓ સાથે 2 આધુનિક પિસ્ટલ જપ્ત કરવામાં આવી હતી. લક્ષ્મીનગરના રમેશપાર્કમાં ખોટી ઓળખથી રહેલો આ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા આક્કાના આદેશનો રાહ જોતો હતો. અહીં તેણે એક-બે નહીં ત્રણ ઠેકાણા ઉભા કર્યાં હતા. દિલ્હીના સરનામાનું આઈડી પણ તૈયાર કર્યું હતું.

અશરફ અલી પાકિસ્તાના પંજાબપ્રાંતમાં રહેતો હતો. આતંકવાદી પાકિસ્તાની જાસુસી એજન્સી આઈએસઆઈની મદદથી ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. આતંકવાદી તાલીમ બાદ તેને નેપાળના માર્ગે ભારતમાં મોકલવામાં આવ્યો હતો. લક્ષ્મીનગરમાં સમજી-વિચારીને રહેતો હતો. લક્ષ્મીનગર દિલ્હીના પોશ ગણાતા યમુના નજીક છે.  દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે આતંકવાદીને ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.