Site icon Revoi.in

ભારતમાં આતંકવાદી પ્રવૃતિ માટે હથિયાર ઘુસાડવા પાકિસ્તાનની ISIએ દાણચોરો સાથે મીલાવ્યો હાથ- રિપોર્ટ

Social Share

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ભારતમાં ભાંગભોડ પ્રવૃતિ માટે હથિયારો ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં હવે પાકિસ્તાન ડ્રોન મારફતે ભારતના સરહદી વિસ્તારમાં હથિયાર મોકલવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમજ 3 દિવસમાં ચાર વખત પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી પંજાબના સરહદી વિસ્તારમાં હથિયારો ફેંકવામાં આવ્યાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાલિસ્તાની આતંકીની મુખ્ય ભૂમિવાળા સીમાવર્તી ગામડાઓમાં રહેતા જુના દાણચોરોનો ISI દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમના મારફતે હથિયારો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પોલીસને ઈનપુટ મળી છે. જેથી પોલીસ તંત્ર વધારે સતર્ક બન્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરની સીમા પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે અને છેલ્લા આઠ દિવસમાં જવાનોએ અનેક વખત પાકિસ્તાનની કોશિશ નાકામ બનાવી છે. બીજી તરફ ડ્રોન મારફતે પંજાબ અને કાશ્મીરના સરહદી વિસ્તારમાં હથિયાર મોકલવામાં આવતા હોવાથી સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ બની છે. એટલું જ નહીં બી.એસ.એફ. અને પંજાબ પોલીસ દ્રારા બોર્ડર પર પોસ્ટ ઉભી કરીને સતત વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન છેલ્લા 3 દિવસમાં ચાર વખત પાકિસ્તાને ડ્રોન મારફતે હથિયાર મોકલાવ્યાં હોવાની બાતમી મળતા પંજાબ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ભારતમાં ભાંગફોડ માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાન આપી રહી છે. બીજી તરફ ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે.