અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વિજ્ય અપાવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હાઈકમાન્ડે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ સ્થિતિ ઉભી થઈ છે. દાદરાનગર હવેલી બેઠક પર ભાજપે અહી પક્ષના નેતા મહેશ ગામીતને ઉતાર્યા છે તો શિવસેનાએ આ બેઠકના પુર્વ સાંસદ સ્વ. મોહનભાઈ ડેલકરના ધર્મપત્ની કલાબેન ડેલકરને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસ પક્ષે મહેશકુમાર ઘોડીને ટિકીટ આપી છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ ચૂંટણી જીતવાની રણનીતિ બનાવવામાં માહેર છે. અને તેમણે પેઈજ પ્રમુખો બનાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી હતી. એટલે આ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ
