1. Home
  2. Tag "Responsibility"

લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં ખળભળાટ મચાવ્યો, સ્ટોકટનમાં ગોળીબારની જવાબદારી લીધી

કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ હેડલાઈન્સમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેણે આની જવાબદારી લીધી અને તેનું કારણ પણ જણાવ્યું. સુનીલ યાદવની કેલિફોર્નિયાના સ્ટોકટન શહેરમાં ગોળીબારમાં હત્યા કરવામાં આવી છે. સુનીલ યાદવ પાકિસ્તાનથી ભારતમાં […]

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ટેસ્લાના વડા એલોન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલોન મસ્ક અને રામાસ્વામી મારા વહીવટ […]

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચામાં મહત્વની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હીઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને ધમકી આપવામાં આવી રહી છે, તેમજ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન લોરેન્સ વિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લોરેન્સને યુવા મોર્ચાનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. બિશ્નોઈ સમાજએ સર્વ […]

હરિયાણાઃ અમિત શાહ અને મોહન યાદવને વિધાયક દળના નેતાની પસંદગીની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય બોર્ડે હરિયાણામાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે અમિત શાહ અને એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજી વખત જીત મેળવી છે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 90 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી હતી, […]

યુવાનોએ આપણા દેશની સુખાકારીમાં યોગદાન આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવાનાં પોતાનાં સતત પ્રયાસોમાં આજે નવી દિલ્હીમાં રશિયામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવા શિખર સંમેલનમાં ભાગ લેનારા ભારતીય યુવા પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનની અધ્યક્ષતા કરી હતી. આ જોડાણ ડૉ. માંડવિયાએ […]

ટ્રમ્પની સુરક્ષામાં ભૂલની જવાબદારી લીઈ US સિક્રેટ સર્વિસના વડાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ યુએસ ઈન્ટેલિજન્સ સર્વિસના ડાયરેક્ટર કિમ્બર્લી ચીટલે મંગળવારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘાતક હુમલામાં પોતાની ભૂલ સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઈન્ટેલિજન્સ સર્વિસના ભૂતપૂર્વ વડા ચીટલે વિભાગના સહકર્મીઓને ઈ-મેલમાં આ માહિતી આપી હતી. “હું સુરક્ષા ક્ષતિ માટે સંપૂર્ણ જવાબદારી લઉં છું,” ચીટલે મંગળવારે એક ઇમેઇલમાં જણાવ્યું હતું. “તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં […]

મનોહરલાલ ખટ્ટરને પીએમ આવાસ પર ચા માટે મળ્યું નિમંત્રણ, મળી શકે છે સરકારમાં મોટી જવાબદારી

PM મોદીના નવા કેબિનેટનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે સાંજે 7.15 વાગ્યે છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પીએમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપતો ફોન આવ્યો હતો. માનવામાં આવે છે કે તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ પહેલા પીએમ મોદીએ નવા સાંસદોને તેમના નિવાસસ્થાને ચા પીવા માટે આમંત્રણ […]

ભાજપના યૂપીમાં નબળા પ્રદર્શન બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કરી રાજીનામાની ઓફર

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજીનામું આપવા માટે તૈયારી દર્શાવી છે. ભૂપેન્દ્ર ચૌધરીએ જે. પી. નડ્ડાની સામે રાજીનામાની રજૂઆત કરી છે. તેમણે પોતે ઉત્તર પ્રદેશમાં પક્ષના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વીકારી છે અને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હકીકતમાં, […]

લોકસભા ચૂંટણી: ગુજરાતના 2000થી વધારે હોમગાર્ડ જવાનો હરિયાણામાં બંદોબસ્તની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને 24 […]

મધ્યપ્રદેશના લોકાયુક્તની જવાબદારી જસ્ટિસ સત્યેન્દ્ર સિંહને સોંપાઈ

ભોપાલઃ જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ મધ્યપ્રદેશના નવા લોકાયુક્ત હશે. સામાન્ય વહીવટ વિભાગે તેના આદેશ જારી કર્યા છે. જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ વર્તમાન લોકાયુક્ત નરેશ કુમાર ગુપ્તાના સ્થાને લોકાયુક્ત તરીકે કાર્યભાર સંભાળશે. રાજ્યપાલ મંગુભાઈ પટેલે જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહને મધ્યપ્રદેશના લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા છે. આ સંદર્ભે મોડી રાત્રે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિમણૂકના આદેશો જારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code