Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કારનો નંબર પ્લેટ વાંચીને લોકો થયા સ્તબ્ધ 

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કામરની નંબર પ્લેટની હાલ સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અમિત શાહની કારનો વીડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમિત શાહની કારનો નંબર ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં ટેલીગ્રામથી થતી છેતરપીંડીને લઈને સાયબર દોસ્તે લોકોને સાવચેત કર્યાં ‘DL1 CAA 4421’ છે જેમાં સીએએ જેવા મળે છે. એટલે લોકો સીએએનો અર્થ નાગરિક સંશોધન કાનૂન કાઢી રહ્યાં છે. તેમજ આ અંગે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના કોમેન્ટ કરી રહ્યાં છે.

તાજેતરમાં દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય ખાતે આયોજીત મીટીંગમાં હાજરી આપવા માટે અમિત શાહ ગયા હતા. તેઓ જે કારમાં પાર્ટીના મુખ્યાલય ગયા હતા તેનો નંબર ‘DL1 CAA 4421’ હતો. અમિત શાહની કારને લઈને સોશિયલ મીડિયામાં હાલ ખુબ ચર્ચા થઈ રહી છે. લોકોનું માનવુ છે કે, અમિત શાહે કારના નંબર પરથી ઈશારો કર્યો છે કે, દેશમાં ઝડપથી સીએએ લાગુ કરી દેવામાં આવશે. 

સીએએ એક પ્રકારનું નાગરિકતા સંસોધન કાનૂન બિલ છે. જેનો અર્થ ભારતમાં રહેતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે. જેમાં હિન્દુ, ઈસાઈ, શિખ, જૈન, બુદ્ધ અને પારસીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ ઉત્પીડનની સમસ્યાને પગલે ભારતમાં આવ્યાં હતા. ભારતમાં શરણ લેનાર આ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. લોકસભા ચૂંટણી પૂર્વે હાલ સમગ્ર દેશમાં આ કાનૂનની ચર્ચા થઈ રહી છે.