Site icon Revoi.in

વાયનાડમાં હિન્દુઓને મારવાનું લિસ્ટ બનાવનાર PFIનું રાહુલ ગાંધીને સમર્થનઃ સ્મૃતિ ઈરાની

Social Share

નવી દિલ્હીઃ અમેઠીના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, વાયનાડમાં રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે પીએફઆઈ પાસેથી સમર્થન મેળવ્યું છે. જેણે હિન્દુઓને મારવા માટે લિસ્ટ બનાવ્યું છે. આવા સંગઠનની મદદથી રાહુલ ગાંધી ચૂંટણી લડવા માંગે છે.

કેન્દ્રીય મંત્રી ઈરાનીએ જણાવ્યું હતું કે, અમેઠીમાં 19 લાખ લોકોને મોદી તરફથી રાહન પહોંશે છે. તેઓ મફતમાં રાશન મેળવે છે. 4.20 લાખ ખેડૂત પરિવારને દર વર્ષ રૂ. 6 હજાર મળે છે. રાહુલ ગાંધી કહે છે કે, વાયનાડના લોકો વફાદાર છે તો અમેઠીના લોકો મામલે તેઓ શું માને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાયનાડમાં રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે પીએફઆઈનું સમર્થન મેળવ્યું છે. આ સંગઠન એવું છે જે હિન્દુઓને મારવા માટે લિસ્ટ બનાવે છે. આવા સંગઠનની મદદ રાહુલ ગાંધી કેમ ચૂંટણી માટે લે છે તેવા સવાલો ઉભા થાય છે. રાહુલ ગાંધીએ અમેઠીને ત્યાગ કરી દીધો છે અને જનતાએ મોદીને આર્શિવાદ આપશે. ગાંધી પરિવારમાં આંતરિક કલહ છે જે ઈચ્છે છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાંથી મુક્ત મળે.

ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમજ હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.