Site icon Revoi.in

PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા,લેપચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી

Social Share

દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દિવાળી દેશના બહાદુર જવાનો સાથે મનાવી રહ્યા છે. દિવાળીના અવસર પર પીએમ હિમાચલ પ્રદેશના લેપચામાં સુરક્ષાદળો સાથે પહોંચી ગયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

રવિવારે પીએમ મોદીએ સૌ પ્રથમ દેશના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે આ વિશેષ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે. આના થોડા સમય બાદ પીએમએ ટ્વિટ કરીને જાણકારી આપી કે તેઓ દેશના બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી મનાવવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે.

2014થી પીએમ મોદી દિવાળીના અવસર પર દેશના જવાનોની સાથે છે. PMએ 2014માં સિયાચીનની, 2015માં ખાસા (પંજાબ), 2016માં સુમડો (હિમાચલ), 2017માં ગુરેઝ વેલી, 2018માં હરસિલ (ઉત્તરાખંડ), 2019માં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, 2020 માં જેસલમેર (રાજસ્થાન),2021 માં નોશેરા (જમ્મુ અને કાશ્મીર) અને વર્ષ 2022 માં કારગીલમાં સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો.