Site icon Revoi.in

પીએમ મોદીએ સંદેશખાલીના પીડિતા રેખા પાત્રાને કર્યો ફોન, ગણાવ્યા શક્તિ સ્વરૂપા

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશખાલીના એક પીડિતા અને બશીરહાટથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાને ફોન કર્યો. તેમણે ફોન પર રેખા પાત્રાની સાથે વાત કરતા તેમને શક્તિ સ્વરૂપા ગણાવ્યા. પીએમ મોદીએ તેમને ચૂંટણી પ્રચારની તૈયારીઓ અને લોકો વચ્ચે ભાજપ પ્રત્યેનું સમર્થન અને અન્ય મુદ્દાઓ પર વાત કરી. રેખા પાત્રાએ પીએમ મોદીને સંદેશખાલીમાં મહિલાઓની મુશ્કેલીઓ બાબતે જણાવ્યું હતું.

આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ માટે પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં સંદેશખાલીની પીડિતાઓમાંથી એક રેખા પાત્રાને ઉમેદવાર બનાવ્યા છે. એરેસ્ટ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ દ્વારા કથિતપણે યૌન ઉત્પીડનનો ભોગ બનેલી રેખા પાત્રાને બશીરહાટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સંદેશખાલીના દેખાવકારોમાં રેખા પાત્રા સૌથી વધુ મુખર રહ્યા છે. માનવામાં આવે છે કે રેખા પાત્રા આ સમૂહનો પણ હિસ્સો હતા, જેણે 6 માર્ચે બારાસાતમાં પીએમ મોદીની જાહેર સભા દરમિયાન મુલાકાત કરી હતી અને સંદેશખાલીની મહિલાઓની દુર્દશા બાબતે વડાપ્રધાનને જણાવ્યું હતું.