Site icon Revoi.in

પીએમ મોદી આવતી કાલે રાજધાનીમાં સંરક્ષણ મંત્રાલયના નવા બનાવેલા બન્ને કાર્યાલયોનું કરશે ઉદ્ધાટન

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 16 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં બે અલગ અલગ સ્થળોએ બનેલા સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરશે.

આ બાબતને લઈને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રાલય સાથે જોડાયેલ 27 કચેરીઓના 7 હજારથી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ નવા સંકુલમાં  જોડાશે.

આ નવા ઓફિસ સંકુલ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ રોડ પાસે ચાણક્યપુરી ખાતે બનાવવામાં આવ્યું છે. બંને બહુમાળી ઇમારતો 775 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આ કોપમ્પેલેક્ષ વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટામાં સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી કચેરીઓના પુન નિર્માણ હેઠળ છે, તેથી નવું ઓફિસ સંકુલ અહીં ખસેડવામાં આવ્યું છે.