1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આવતી કાલે રાજધાનીમાં સંરક્ષણ મંત્રાલયના નવા બનાવેલા બન્ને કાર્યાલયોનું કરશે ઉદ્ધાટન
પીએમ મોદી આવતી કાલે રાજધાનીમાં સંરક્ષણ મંત્રાલયના નવા બનાવેલા બન્ને કાર્યાલયોનું કરશે ઉદ્ધાટન

પીએમ મોદી આવતી કાલે રાજધાનીમાં સંરક્ષણ મંત્રાલયના નવા બનાવેલા બન્ને કાર્યાલયોનું કરશે ઉદ્ધાટન

0
  •  નવા રક્ષણમંત્રાલય કાર્યલયનું આવતી કાલે ઓપનિંગ કરશે
  • પીએમ મોદીના હસ્તે કરાશે આ ઉદ્ધાટન

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 16 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં બે અલગ અલગ સ્થળોએ બનેલા સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરશે.

આ બાબતને લઈને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રાલય સાથે જોડાયેલ 27 કચેરીઓના 7 હજારથી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ નવા સંકુલમાં  જોડાશે.

આ નવા ઓફિસ સંકુલ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ રોડ પાસે ચાણક્યપુરી ખાતે બનાવવામાં આવ્યું છે. બંને બહુમાળી ઇમારતો 775 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આ કોપમ્પેલેક્ષ વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટામાં સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી કચેરીઓના પુન નિર્માણ હેઠળ છે, તેથી નવું ઓફિસ સંકુલ અહીં ખસેડવામાં આવ્યું છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.