Site icon Revoi.in

પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે,વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.આ તકે અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.

18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે.

20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે વડાપ્રધાન ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્દઘાટન કરશે.ત્યારબાદ, બપોરે લગભગ 3:30 કલાકે વડાપ્રધાન દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે.