Site icon Revoi.in

પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

Social Share
લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA નેતાઓ સાથે બેઠક થશે અને 11:40 વાગ્યે નામાંકન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ઉમેદવારી પત્ર ભર્યા બાદ PM મોદી ઝારખંડ જવા રવાના થશે.
PM મોદીના નોમિનેશન માટે પ્રસ્તાવક કોણ?
સૂત્રોના જણાવ્યા અનુસાર વારાણસી લોકસભાથી PM મોદીના નામાંકન માટે 4 પ્રસ્તાવો લગભગ નિશ્ચિત છે. તેમાં આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી, સોમા ઘોષ સરોજ ચુડામાણી, માઝી સમુદાયના એક પ્રસ્તાવક અને એક મહિલા પ્રસ્તાવકનો સમાવેશ થાય તેવી શક્યતા છે. વારાણસીના સાંસદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ક્યારેય ઘરે-ઘરે જઈને લોકો પાસે વોટ માંગ્યા નથી. પરંપરા અનુસાર નોમિનેશન પહેલા PM મોદી કાશીની સડકો પર રોડ શો કરે છે.
વારાણસી લોકસભા સીટ પર છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે અને તેના માટે નોમિનેશનની પ્રક્રિયા પણ 7 મેથી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીમાં PM મોદી આજે અને આવતીકાલે  એમ બે દિવસ વારાણસીમાં હાજર રહેશે. PM મોદી આજે સાંજે વારાણસીમાં રોડ શો કરવાના છે જ્યારે આવતીકાલે સવારે તેઓ નોમિનેશન ફાઈલ કરવા જશે.
આવો જાણીએ આજે અને આવતીકાલે શું છે  PM મોદીનો કાર્યક્રમ