Site icon Revoi.in

ઉત્તરાયણમાં પોલીસ રાખશે નજર, ધાબા પોઈન્ટ ગોઠવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી ઉપર હાઈકોર્ટે મનાઈ ફરમાવવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, કોરોના ગાઈડલાઈન સહિતના નિયમોનું પાલન કરવા માટે નિર્દેશ કર્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ ઉત્તરાયણની તૈયારીને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવશે.

ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણીને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. જે અનુસાર તમામ લોકોએ માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે. આ ઉપરાંત મકાન માલિકના પરિવાર સિવાયના અન્ય લોકો એકત્ર થઈ શકશે નહીં તેમજ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે ધાબા પર પોઈન્ટ ગોઠવાશે અને દૂરબીનથી વોચ રાખવામાં આવશે. દર વર્ષે આવી વ્યવસ્થા રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણમાં ધાબા પર પોઈન્ટ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરાની મદદથી પણ પતંગ રસીયાઓ ઉપર નજર રાખશે.

ઉત્તરાયણ ઉપર પોલીસ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું દેખાશે, માસ્ક વિના લોકો જણાશે તે જગ્યા વિશે સ્થાનિક પોલીસને જાણ કરવમાં આવશે અને તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ કે જ્યાં આ તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવણી થાય છે ત્યાં પોળ જેવા વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.