Site icon Revoi.in

પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત નિવાસ તરીકે સજ્જ થયો

Social Share

ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2026: ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું છે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં, પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને મનુષ્ય વચ્ચેના અનોખા સંતુલનને માણવા માટે હવે માર્ગ પ્રશસ્ત થયો છે, એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઓળખાતા ‘બરડા વન્યજીવ અભયારણ્ય’માં જંગલ સફારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર-સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગુંજી ઉઠશે. અહીંની સમૃદ્ધ જૈવવિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદભૂત લ્હાવો છે.

પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ તૈનાત કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે. અહીંની શિસ્તબદ્ધ વ્યવસ્થા પ્રવાસીઓને પ્રકૃતિ સાથે સીધો સંવાદ કરાવે છે. જ્ઞાન અને મનોરંજનના સંગમ સમાન આ સફારી પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ બની રહેશે.વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત સરકારનું આ સકારાત્મક પગલું આગામી સમયમાં બરડાને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ બનાવશે. ગીર બાદ હવે બરડાનો આ નવો અધ્યાય પર્યાવરણ પ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે.

આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા: પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપ્યો અમૂલ્ય મંત્ર

Exit mobile version