Site icon Revoi.in

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ નો જલવો કાયમ,ફિલ્મે બીજા દિવસે પણ કર્યું જોરદાર કલેક્શન

Social Share

મુંબઈ: પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ચાહકો આ ફિલ્મને લઈને દિવાના છે. ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ અને સ્ટાર કાસ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિલીઝના પહેલા દિવસે જંગી કમાણી કર્યા બાદ ‘સાલારે’ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરીને ધૂમ મચાવી દીધી છે.આ દરમિયાન ચાલો જાણીએ કે શનિવારે પ્રભાસ અને પૃથ્વીરાજના સાલાર પાર્ટ-1 સીઝફાયરને કેટલી કમાણી થઈ છે.

‘સાલર’ને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘સાલાર’ને ફિલ્મ વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. રિલીઝ પહેલા આ ફિલ્મની બમ્પર એડવાન્સ બુકિંગે સાબિત કરી દીધું હતું કે તે શરૂઆતના દિવસે જ જોરદાર બિઝનેસ કરશે અને એવું જ થયું. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ કમાણીના મામલે સુનામી સર્જી હતી. હવે બીજા દિવસે પણ ફિલ્મે જંગી કમાણી કરીને ધૂમ મચાવી છે.જી હા, ‘સાલાર પાર્ટ-1 સીઝફાયર’ના બીજા દિવસના લેટેસ્ટ આંકડા બહાર આવ્યા છે. ડેટા અનુસાર, પ્રશાંત નીલની આ ફિલ્મે બીજા દિવસે 55 કરોડ રૂપિયાનું જોરદાર બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે પહેલા દિવસે 95 કરોડની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી અંદાજે 145.70 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ફિલ્મ ‘સાલાર’માં વિદ્રોહી પ્રભાસની દમદાર સ્ટાઈલ દર્શકોને પસંદ આવી રહી છે. ‘સાલાર’ એ એકશનથી ભરપૂર પૈસાદાર ફિલ્મ છે. ફિલ્મ ‘સાલર’ની વાર્તા બે મિત્રોની આસપાસ ફરે છે જેમાં પ્રભાસ (સાલર) પોતાના મિત્ર માટે દુશ્મનો સામે લડતો જોવા મળે છે.ફિલ્મમાં સાલાર શ્રુતિ હાસન એટલે કે આદ્યાને મળે છે અને તે તેને ગુંડાઓથી બચાવે છે. વાર્તા એક છલાંગ સાથે આગળ વધે છે જ્યાં વર્ષ 2017 માં આદ્યા (શ્રુતિ હાસન) તેના પિતા કૃષ્ણકાંતની જાણ વગર ન્યૂયોર્કથી ભારત આવી જાય છે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનના પાત્રનું નામ વર્ધરાજ મન્નર છે. લોકો સુકુમારનના નવા અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે.