Site icon Revoi.in

અદાલતના અનાદરના કેસમાં પ્રશાંત ભૂષણને મળી નહીં રાહત, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

Social Share

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણને એક અનાદરની અરજીના મામલામાં રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને જસ્ટિસ અરુણ મિશ્રાને આ અનાદરના મામલે કરવામાં આવેલી અરજી પરની સુનાવણી રોકવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી હતી.

અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રશાંત ભૂષણ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના એક ટ્વિટમાં કહ્યુ છે કે વેણુગોપાલે સીબીઆઈના વચગાળાના નિદેશકની પસંદગી માટે થયેલી પસંદગી સમિતિની બેઠકની મિનિટ્સને કથિતપણે મનઘડંત રૂપ આપ્યું હતું. આ બેઠક તત્કાલિન કાર્યવાહક સીબીઆઈ નિદેશક એમ. નાગેશ્વરરાવની નિયુક્તિને લઈને કરવામાં આવી હતી. જેમાં સમિતિએ રાવની નિમણૂકને મંજૂરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે પ્રશાંત ભૂષણે પોતાના જૂના ટ્વિટમાં ભૂલ કરી હોવાનું પણ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું હતું.

જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ નવીન સિંહાની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે  એ મુદ્દાને પ્રાથમિકતા આપી રહ્યા છે કે જે મુદ્દો અદાલતની સમક્ષ વિચારધીન મામલા સાથે જોડાયેલો છે અને જે જનતાના અભિપ્રાય તથા પક્ષકારોના અધિકાર પર અસર પેદા કરી શકે છે. આ મામલામાં સાતમી માર્ચ એટલે કે આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે અનાદરની અરજીને નામંજૂર કરવાની પ્રશાંત ભૂષણની માગણીને ફગાવી હતી.

મહત્વપૂર્ણ છે કે એ સ્પષ્ટતા કરતા કે એક વકીલને સજા આખરી ઉપાય હોવી જોઈએ, જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યુ હતુ કે અવગણના એક બ્રહ્માસ્ત્ર છે. તેનો સામાન્ય રીતે ઉપયોગ કરવો જોઈએ નહીં.

તે વખતે વેણુગોપાલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પ્રશાંત ભૂષણ માટે કોઈ સજાની માગણી કરી રહ્યા નથી. પરંતુ ચાહે છે કે એક રેખા ખેંચવામાં આવે અને કોર્ટમાં વિચારાધીન મામલાઓ પર મીડિયા રિપોર્ટિંગ અને વકીલો દ્વારા ટીપ્પણી કરવાની મર્યાદાને લઈને કાયદો લાવવામાં આવે. જો કે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જાહેરમાં ચુકાદાની ટીકા કરનારાઓ અને જજો પર આક્ષેપ લગાવનારા વકીલોને શિસ્તબદ્ધ કરવાની માગણી કરી હતી. તુષાર મહેતાએ કહ્યુ હતુ કે આવા પ્રકારના લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાની અદાલતની ઉદારતાને તેની કમજોરી તરીકે જોવી જોઈએ નહીં.