Site icon Revoi.in

રાષ્ટ્રપતિ રામનાથજી શુક્રવારે ભાવનગરની મુલાકાતે આવશે, મોરારી બાપુ સાથે મુલાકાત કરશે

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ આગામી 29 તારીખે ભાવનગર આવશે. ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરાશે.

સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 29 તારીખે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર આવશે. જ્યાં તેમના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે. એટલું જ નહીં મોરારીબાપુ સાથે પણ રાષ્ટ્રપતિ મુલાકાત કરશે. ભાવનગરમાં એક દિવસના રોકાણ બાદ બીજા દિવસે તેઓ દિલ્હી જવા રવાના થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદ આગામી તા.. 29 ઓક્ટોમ્બરના રોજ ભાવનગર આવશે. રાષ્ટ્રપતિ તા.29મીને શુક્રવારે સવારે 10 વાગ્યે ભાવનગર એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યાંથી તેઓ મહુવા મોરારીબાપુની મુલાકાત માટે જશે. બપોરે 12 કલાકે મોરારીબાપુ સાથે મુલાકાત કરશે અને ત્યાર બાદ ભાવનગર પરત ફરશે. સાંજે 4.30 કલાકે ભાવનગર આવાસ યોજનાનું લોકાર્પણનો કરશે. તેમજ રાષ્ટ્રપતિ  રાત્રીરોકાણ પણ ભાવનગર કરશે.બાદ સવારે દિલ્હી પરત ફરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ભાવનગરના વહિવટી તંત્રને લર્ટ કરી દેવામાં આવ્યું છે. રોડ-રસ્તાઓની પણ મરામત શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિના સ્વાગત માટે રાજ્યના પ્રોટોકોલ મંત્રી તેમજ શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓ પણ ઉપસ્તિત રહેશે. ભાવનગરના વિમાની મથકે શહેરના મેયર, જિલ્લા પાલીસ વડા, કલેક્ટર, તેમજ મંત્રીઓ પણ સ્વાગત માટે હાજર રહેશે. રાષ્ટ્રપતિ ભાવનગરના એરપોર્ટ ખાતે થોડું રોકાણ કર્યા બાદ તલગાજરડા જવા રવાના થશે. જ્યાં મોરારી બાપુ સાથે મુલાકાત કરશે.