Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઓડિશામાં કોંગ્રેસના MLAનું ક્રોસ વોટિંગ, શિરોમણિ અકાલી દળ MLA મતદાનથી દૂર રહ્યાં

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્યએ ક્રોસ મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે શિરોમણિ અકાલી દળ બાદલના નારાજ ધારાસભ્ય પણ મતદાનથી દૂર રહ્યાંનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મોકીમએ કહ્યું હતું કે, હું એક કોંગ્રેસનો ધારાસભ્ય છું પરંતુ મને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂને વોટ આપ્યો છે. આ મારે ખાનગી નિર્ણય છે કેમ કે મે પોતાના દિલની વાત સાંભળી છે જેણે મને ધરતી માટે કંઈક કરવા માટે પ્રિરિત કર્યું છે અને એટલે મતદાન કર્યું છે.

શિરોમણિ અકાલી દળ બાદલમાં જૂથબંધી સામે આવી છે. હલકા દાખામાં ધારાસભ્ય મનપ્રિત સિંહ અયાલીએ પાર્ટી હાઈકમાન સામે ગંભીર આક્ષેપ સાથે મતદાનથી દૂર રહ્યાં હતા. પંજાબમાં ભાજપ સાથેનું ગઠબંધન તુટી જવા છતા પણ અકાલી દલ બાદલએ ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરફી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ અકાલી દળના ધારાસભ્ય મનપ્રિત સિંહ અયાલીએ પક્ષના નિર્ણયથી સમર્થતા દાખવીને રાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેમજ તેમણે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને આ જાણકારી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે દ્રૌપદી મૂર્મૂ તરફી મતદાન કર્યું હતું. જ્યારે એનસીપીએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન જાહેર કર્યું હતું.