Site icon Revoi.in

સિડનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.  દરમિયાન સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપરના ચીફ એક્ઝિક્યુટિવ પોલ શ્રોડર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં વિદેશી રોકાણો માટે સૌથી વધુ પસંદગીની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતના ઓળખપત્રોને પ્રકાશિત કર્યા અને ઓસ્ટ્રેલિયનસુપરને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગ-અલગ બેઠકોમાં ઓસ્ટ્રેલિયાની અનેક અગ્રણી હસ્તીઓને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી- કેનબેરાના વાઇસ-ચાન્સેલર અને પ્રમુખ પ્રોફેસર બ્રાયન પી. શ્મિટ, બિઝનેસ નિષ્ણાત અને માનવતાવાદી મુદ્દાઓ પર કુશળ જાહેર વક્તા માર્ક બલ્લા, આદિવાસી કલાકાર શ્રીમતી ડેનિયલ મેટ સુલિવાન, આંતરરાષ્ટ્રીય રસોઇયા- રેસ્ટોરેચર- ટીવી હોસ્ટ તથા વક્તા અને ઉદ્યોગસાહસિક સુશ્રી સારાહ ટોડ, સિડનીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર ટોબી વોલ્શ, સમાજશાસ્ત્રી- સંશોધક અને લેખક એસોસિયેટ પ્રોફેસર સાલ્વાટોર બેબોન્સ, અગ્રણી ઓસ્ટ્રેલિયન ગાયક ગાય થિયોડોર સેબેસ્ટિયન સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તેમની સિદ્ધિઓ પર તેમને અભિનંદન આપ્યા અને ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મજબૂત કરવામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી સિડનીમાં અગ્રણી ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ ડૉ. એન્ડ્ર્યુ ફોરેસ્ટ, ફોર્ટેસ્ક્યુ મેટલ્સ ગ્રુપ અને ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપકને મળ્યા હતા. પીએમએ ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ સાથે કામ કરવાની ફોર્ટેસ્ક્યુ ગ્રુપની યોજનાને આવકારી હતી. ભારતની મહત્વાકાંક્ષી પુનઃપ્રાપ્ય ઊર્જા યોજનાઓ પર ભાર મૂકતા, તેમણે ગ્રીન હાઇડ્રોજન મિશન જેવા ભારત દ્વારા કરવામાં આવી રહેલા પરિવર્તનકારી સુધારાઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. ફોરેસ્ટે ભારતમાં ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ વિશે નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી.