Site icon Revoi.in

ગુજરાતના 17 સનદી અધિકારીની કેન્દ્રમાં IAS કૅડરમાં બઢતીને બહાલી

Promotion of 17 civil servants from Gujarat to IAS cadre at the Centre ratified

Promotion of 17 civil servants from Gujarat to IAS cadre at the Centre ratified

Social Share

નવી દિલ્હી-ગાંધીનગર, 25 જૂન, 2026 – ગુજરાતના 17 સનદી અધિકારીની કેન્દ્રમાં IAS કૅડરમાં બઢતીને કેન્દ્ર સરકાર દ્વારા બહાલી આપવામાં આવી છે. ગુજરાત સિવિલ સર્વિસ (SCS) ના 17 અધિકારીઓ આઈએએસ (IAS) કેડરમાં બઢતી પામ્યા, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા 25 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, કેન્દ્ર સરકારે ‘સિલેક્ટ લિસ્ટ ઓફ 2025’ હેઠળ ગુજરાત સ્ટેટ સિવિલ સર્વિસ (SCS) ના 17 અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) માં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (રિક્રુટમેન્ટ) રૂલ્સ, 1954 અને IAS (એપોઇન્ટમેન્ટ બાય પ્રમોશન) રેગ્યુલેશન્સ, 1955 ની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ 1 જાન્યુઆરી, 2025 થી 31 ડિસેમ્બર, 2025 ના સમયગાળા દરમિયાન ઊભી થયેલી ખાલી જગ્યાઓ સામે પસંદગી પામેલા અધિકારીઓની IAS માં નિમણૂક કરી છે. આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવવામાં આવી છે અને આગામી આદેશ સુધી તેઓ પ્રોબેશન પર રહેશે.

IAS માં સામેલ કરવામાં આવેલા અધિકારીઓ આ મુજબ છે:

ગુજરાતના 17 સનદી અધિકારીની IAS કૅડરમાં બઢતી

DoPT ના નોટિફિકેશનમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિમણૂકો હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેલી કેટલીક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન્સના અંતિમ પરિણામને આધીન રહેશે.

આ 17 અધિકારીઓના સમાવેશ સાથે, ગુજરાતના વહીવટી તંત્રને IAS કેડરમાં વરિષ્ઠ અધિકારીઓનો એક નવો બેચ મળશે, જેનાથી રાજ્યની ઉચ્ચ અમલદારશાહી (બ્યુરોક્રેસી) મજબૂત બનશે. રાજ્ય સરકાર દ્વારા જરૂરી દરખાસ્તો સબમિટ કરવામાં આવ્યા બાદ, IAS (રેગ્યુલેશન ઓફ સિનિયોરિટી) રૂલ્સ અનુસાર બઢતી પામેલા અધિકારીઓનું એલોટમેન્ટ વર્ષ અને સિનિયોરિટી અલગથી નક્કી કરવામાં આવશે.

Exit mobile version