Site icon Revoi.in

પંજાબ: અમૃતસર સરહદ પાસે BSF એ પાકિસ્તાની ડ્રોન તોડી પાડી 3 કિલો હેરોઈન જપ્ત કર્યું

Social Share

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસર નજીક ભારતીય જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હતું. બીએસએફના જવાનોએ ડ્રોન જ્યાં પડ્યું હતું ત્યાં તપાસ કરતા 3 દિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ભારતીય જવાનોએ હેરોઈનનો જથ્થો જપ્ત કરીને આસપાસના વિસ્તારમાં સર્ચની કામગીરી શરૂ કરી હતી. બીએસએફના જવાનોએ ભારતીય સીમામાં ડ્રોનની મદદથી નશીલા દ્રવ્યોની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ અમૃતસરના સરહદી ગામ બચીવિંડના ખેતરોમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલું 3 કિલો 200 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. બીએસએફના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે 0321 કલાકે સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ અમૃતસર જિલ્લાના મુલ્લાકોટ નજીકના વિસ્તારમાં પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક શંકાસ્પદ ઉડતી વસ્તુ (ડ્રોન)નો અવાજ સાંભળ્યો હતો.

તેમણે કહ્યું કે સૈનિકોએ તરત જ ઘૂસણખોરી કરનારા ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. જે બાદ સરહદની આજુબાજુમાં તૈનાત સૈનિકોએ બછીવિંડ ગામમાં ઘઉંના ખેતરો ડ્રોન તથા અન્ય વસ્તુઓ પડ્યાનો અવાજ સંભળાયો હતો. વિસ્તારની પ્રારંભિક શોધ દરમિયાન, BSFના જવાનોએ ઘઉંના ખેતરોમાંથી માદક દ્રવ્ય હેરોઈનના ત્રણ પેકેટ (વજન 3.2 કિલો) ધરાવતી એક મોટી થેલી મેળવી હતી. માલસામાન સાથે લોખંડની વીંટી અને ચમકદાર પટ્ટી પણ મળી આવી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી પ્રવૃતિ પ્રોત્સાહન આપવા માટે અહીં વસવાટ કરતા તેમના સાગરિતોને હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ભારતીય જવાનો પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને સતત નિષ્ફળ બનાવી રહ્યાં છે.