Site icon Revoi.in

રાહુલ ગાંધીના નિકટવર્તી રવનીત બિટ્ટૂ ભાજપમાં સામેલ, ચૂંટણી પહેલા કોંગ્રેસને પંજાબમાં મોટો આંચકો

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટૂ મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા. તેમણે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લીધી. ચૂંટણીથી પહેલા રવનીત બિટ્ટૂના ભાજપમાં જવાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે.

રવનીત બિટ્ટૂ પંજાબ કોંગ્રેસના મોટા નેતા ગણાય છે. તેમણે રાહુલ ગાંધીના સમર્થક અને નિકટવર્તી પણ ગણાવાય છે. આજે રવનીત બિટ્ટૂએ ભાજપ જોઈને કરીને ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો આપ્યો છે. પંજાબમાં પહેલા જ ઈન્ડિયા એલાયન્સ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન કરીને બેઠકોને લઈને મતભેદોના તબક્કામાંથી પસાર થઈ રહી છે.

આમ આદમી પાર્ટીએ કેટલાક દિવસ પહેલા ઘોષણા કરી હતી કે તે પંજાબની તમામ લોકસભા બેઠકો પર એકલાહાથે જ ચૂંટણી લડશે. હવે પંજાબમાં બિટ્ટૂનો સાથ છૂટવા પર રાજ્યમાં કોંગ્રેસ માટે સંકટ વધુ ઘેરું બન્યાનું માનવામાં આવે છે.