Site icon Revoi.in

મોદીરાજમાં 115% વધી રાહુલ ગાંધીની સંપત્તિ, ભાજપ સરકારની લાવેલી યોજનાઓમાં પણ કર્યું છે રોકાણ

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત 10 વર્ષોથી મોદી સરકાર પર ઈકોનોમીને લઈને વાકપ્રહારો કરતા રહે છે. તેમનો દાવો છે કે દેશમાં ગરીબી અને બેરોજગારી વધી રહી છે. તે એ પણ દાવો કરી રહ્યા ચે કે આ દરમિયાન લોકોની કમાણી ઘટી છે. રાહુલ ગાંધીના આ દાવા ખુદ તેમના પર જ ફિટ બેસતા નથી. રાહુલ ગાંધીની સંપત્તિ વીતેલા 10 વર્ષોમાં 115 ટકા વધી છે. આ જાણકારી તેમના દ્વારા લોકસભા ચૂંટણી માટે જમા કરવામાં આવેલા એફિડેવિટમાંથી મળી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડમાં એક રોડ શો બાદ પોતાનું નામાંકન ભર્યું હતું. અહીં દાખલ એફિડેવિટમાં તેમણે કહ્યુ કે તેમની પાસે 20.39 કરોડ રૂપિયાની કુલ સ્થાવર-જંગમ મિલ્કત છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેમની પાસે કુલ 9.4 કરોડ રૂપિયાની મિલ્કત છે. આ પ્રકારે જોવામાં આવે તો ગત 10 વર્ષોમાં તેમની મિલ્કતમાં 115 ટકાનો વધારો થયો છે.

રાહુલ ગાંધીએ પોતાના એફિડેવિટમાં તમામ જાણકારીઓ આપી છે. આ એફિડેવિટ પ્રમાણે, રાહુલ ગાંધીને નાણાંકીય વર્ષ 2022-23માં 1.02 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આના પહેલા પણ ચાર વર્ષમાં તેમને સરેરાશ 1.25 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. તેમની પાસે હાલમાં 55 હજાર રૂપિયા રોકડા છે.

રાહુલ ગાંધી પાસે આઈટીસી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, હિંદુસ્તાન યૂનિલીવર, ઈન્ફોસિસ સહીતની ઘણી નામી કંપનીઓના શેયર છે. તેમની પાસે કુલ 25 કંપનીઓના 4.33 કરોડ રૂપિયાના બજાર મૂલ્યના શેયર છે. તેમની પાસે કોંગ્રેસના અખબાર નેશનલ હેરાલ્ડવાળી કંપની યંગ ઈન્ડિયાના પણ 1.9 લાખ રૂપિયાના શેયર છે. રાહુલ ગાંધીએ ઘણાં પ્રકારે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે.

રાહુલ ગાંધીના એફિડેવિટ મુજબ, તેમની પાસે એચડીએફસી બેંકના 4 મ્યુચ્યુઅલ ફંડ છે, જે અલગ-અલગ કેટેગરીના છે. તેમના આ મ્યુચલ ફંડમાં 3.81 કરોડ રૂપિયાનું રોકાણ છે. તેના સિવાય તેમને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ગોલ્ડ બોન્ડ્સમાં પણ 15.21 લાખનું રોકાણ ક્રયું છે. આ યોજના મોદી સરકારે નવેમ્બર, 2015મં શરૂ કરી હતી.

રાહુલ ગાંધી પાસે 4.10 લાખનું સોનું પણ છે. તેના સિવાય તેમની પાસે 61.52 લાખનું રોકાણ પીપીએફના ખાતામાં કરેલું છે. તેમની અચળ સંપત્તિની કુલ કિંમત 9.24 કરોડ રૂપિયા છે.

રાહુલ ગાંધી પાસે પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે સંયુક્ત માલિકીમાં દિલ્હીમાં એક જમીન છે. આ દિલ્હીમાં મહરૌલીમાં છે, તેની કિંમત 2.10 કરોડ રૂપિયા છે. તેના સિવાય ગુરુગ્રામમાં બે ઓફિસ સ્પેસ પણ લઈ રાખી છે. તેની કિંમત ખરીદી સમયે 7.93 કરોડ રૂપિયા હતી. આ અચળ સંપત્તિઓની હાલની બજાર કિંમત 11.15 કરોડ રૂપિયા છે. રાહુલ ગાંધીની હાલની કુલ સંપત્તિ 20.29 કરોડ રૂપિયા છે. તેમના ઉપર 49 લાખનું દેણું પણ છે. 2019ની સરખામણીએ તેમની મિલ્કતમાં વધારો થયો છે.

રાહુલ ગાંધીએ એફિડેવેટિમાં કહ્યુ છે કે તેમના પર 18 ગુનાહિત મામલા છે, તેમાંથી સૂરતમાં તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા મામલામાં તેમને બેવર્ષની સજાપણ થઈ છે. તેમને આ સજા બધાં મોદી ચોર હોય છે- નિવેદન મામલે મળી હતી. આના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવેલી છે. તેમની વિરુદ્ધ એક સગીર બળાત્કાર પીડિતાના માતાપિતાની ઓળખને ઉજાગર કરવાના મામલે પોક્સો હેઠળ કેસ છે.

રાહુલ ગાંધીએ પોતાનું શિક્ષણ 1989માં સીબીએસઈથી સીનિયર સેકન્ડરી,1994માં અમેરિકાના ફ્લોરિડામાં બીએ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં એમફિલ કર્યું છે. એમફિલ તેમણે 1995માં કર્યું છે.