Site icon Revoi.in

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, નવસારીમાં પડ્યો કમોસમી વરસાદ

Social Share

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તથા અમરેલી જિલ્લામાં આકાશ વાદળોથી છવાયું હતું. તેમજ નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણ તા. 10 અને 11મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસરમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી હતી. તેમજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન અમરેલીમાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા વાદળો છવાયા છે. તેમજ નવસારીમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેતરમાં ઉભા પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યાં હતા. હજુ આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.