Site icon Revoi.in

રાજકોટઃ કોરોનાના જાહેરનામાનો તથા રાત્રિ કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસની કાર્યવાહી

Social Share

અમદાવાદઃ અમદાવાદ અને રાજકોટ સહિત દસ શહેરોમાં હાલ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનનું લોકો પાલન કરે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજકોટના વિવિધ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરવા અંગે 24 કલાકમાં 115 ગુના નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વેક્સિન લીધા વગર વેપાર-ધંધો કરતા 10 વેપારી સામે કાર્યવાહી કરી છે. પોલીસે 70 જેટલા લોકો કામ વગર રાત્રી કર્ફ્યૂના સમયમાં રાજમાર્ગ પરથી મળી આવતા તેમની સામે ફરિયાદ નોંધી છે. તેમજ ઉપરાંત રાત્રી કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખનાર એક વેપારી, ઓટો રિક્ષામાં નિયત કરતા વધુ મુસાફરને બેસાડનાર 9 રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા કેટલાક કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.