Site icon Revoi.in

રાજ્યસભા ચૂંટણીઃ જે.પી.નડ્ડા સહિત ભાજપાના ચારેય ઉમેદવારએ ફોર્મ ભર્યું

Social Share

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડનારી 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. ભાજપાએ ગુજરાતમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને તેમને ટીકીટ આપવામાં આવી હતી. દરમિયાન આજે ગાંધીનગર ખાતે જે.પી.નડ્ડાએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉમેદવારી ફોર્મ ભરવા અમદાવાદ આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપાના પ્રદેશ પ્રમુખ સીઆર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ જે.પી.નડ્ડા સાથે ફોર્મ ભરવા ગયા હતા. આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો નથી. જેથી ભાજપાના તમામ ચારેય ઉમેદવારો બિનહરીફ ચુંટાય તેવી શકયતા છે. જે.પી.નડ્ડા ઉપરાંત ભાજપના અન્ય ત્રણ ઉમેદવાર ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારે બપોરના 12.39 કલાકના વિજ્ય મુહર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા.