Site icon Revoi.in

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

Social Share

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે આવી છે. રાજસ્થાન અને હરિયાણામાં ક્રોસ વોટિંગના ડરથી ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખવામાં આવ્યાં હતા.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિક હાલ જેલમાં બંધ છે અને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, હાઈકોર્ટે નવાબ મલિકને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. દરમિયાન હરિયાણામાં અપક્ષ ઉમેદવારોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. દરમિયાન કર્ણાટકમાં ભાજપએ જેડીએસના ધારાસભ્ય રેવન્નાની ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે, તેમણે પોતાનું બેલેટ પેપર કોંગ્રેસના પોલીંગ એજન્ટ ડીકે શિવકુમારને બતાવ્યું હતું. જેથી તેમનો વોટ રદ કરવો જોઈએ. દરમિયાન કર્ણાટકમાં ક્રોસ વોટિંગ થયાનું ચર્ચાઈ રહ્યું છે. જેડીએસના બે ધારાસભ્યોને ભાજપાએ મનાવી લીધા છે અને તેઓ ક્રોસ વોટિંગ માટે તૈયાર થયાં હતા.

દરમિયાન મહારાષ્ટ્રમાં મુંબઈના ભાજપના ધારાસભ્ય મુક્તા શૈલેષ તિલક રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે સ્ટ્રેચર ઉપર વિધાનસભા પહોંચ્યાં હતા. ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ જગતાપ કેન્સરની બીમારી સામે લડી રહ્યાં છે. દરમિયાન તેઓ એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે વિધાનસભા પહોંચ્યાં હતા. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહલોતે મતદાન કર્યું હતું અને ત્રણ બેઠકો જીતનો દાવો કર્યો હતો.