Site icon Revoi.in

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસ અને ઠંડીને લઈને રેડ એલર્ટ જાહેર – ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતમાં શીતલહેર અને છંડીનું પ્રમાણ વધતાની સાથે જ ગાઢ ઘધુમ્મસ છવાયેલું જોવા મળે છે.ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મળતી જાણકારી પ્રમાણે  ઉત્પ્રતરદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા વિસ્તારોમાં વિતેલી રાતથી વિઝિહિલીટી ઘટી હતી આ સાથએ જ આજે સવારથી પણ અહી ગાઢ ઘુમમ્સ જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ઓછી વિઝિબિલિટીના કારણે રોડ અકસ્માતના બનાવ પણ બન્યા હતા.

ગાઢ ઘુમ્મસના કારણે વાહન વ્હવહાર ખોરવાયો

યુપીના પરિવહન મંત્રી જણાવ્યું  કે  ગાઢ ધુમ્મસને કારણે થઈ રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મંગળવારથી રોડવેઝ બસોની રાત્રિ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આસાથે જ બીજી તરફ  પંજાબ સરકારે તમામ શાળાઓ જે મોરિનંગમાં તાલી રહી હતી તેને 21 જાન્યુઆરી સુધી  સવારે 10 વાગ્યાથીખોલવાનો આદેશ આપ્યો છે.

આ સાથે જ ગાઢ ઘુમમ્સના કારણે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે ગાઢ ધુમ્મસને લઈને પટના રાજધાની, ભુવનેશ્વર દુરંતો અને અમૃતસર શતાબ્દિ સહિત 20 ટ્રેનને રદ કરવામાં આવી છે. જયારે 70 ટ્રેન પોતાના સમય કરતાં પાછળ ચાલી રહી છે.પરિણામે યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વધુ 13 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

આ સાથે જ રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું, જ્યારે સોમવારે લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી હતું. 17 ડિસેમ્બરે સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી હતું.રાજધાની દિલ્હીમાં 70 થી વધુ લાંબા અંતરની ટ્રેનો 2 થી 6 કલાક મોડી પડી હતી. તે જ સમયે, 20 થી વધુ વિમાનો 15 થી 30 મિનિટ મોડી ઉડાન ભરી હતી. મુરાદાબાદમાં 32 ટ્રેનો રદ કરવામાં આવી હતી.

બીજી તરફ ચંદીગઢ, વારાણસી અને લખનૌમાં ખરાબ હવામાનને કારણે, ફ્લાઇટ્સ દિલ્હી 03 ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવી છે. જો કે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી સામાન્ય છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ છવાઈ ગયું છે. હવામાન વિભાગે કડકડતી ઠંડી સાથે થોડા દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે.