Site icon Revoi.in

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો, સાથે રેલી પણ યોજાઇ

Social Share

અમદાવાદ: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 12 સૈન્યકર્મીઓ દેહાંત પામ્યા હતા ત્યારે સીમા જન કલ્યાણ સમિતિ, બનાસકાંઠા દ્વારા આ શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાભર ખાતે આવેલી શ્રી હરિધામ ગૌશાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીમા જન કલ્યાણ સમિતિ, ગુજરાત પ્રાંતના પ્રમુખ જીવણ ભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી.

આ શ્રદ્વાંજલિ કાર્યક્રમ દરમિયાન શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત મા શહીદ થયેલ શહીદોને શ્રધ્ધાંજલિ આપવામા આવી..તે દરમિયાન કોલેજ ના સ્ટાફ અને વિધાર્થીઓ દ્રારા દીવો પ્રગટાવી, મીણબત્તી પ્રગટાવીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાભર શહેરમાં રેલી પણ યોજવામાં આવી હતી.

નોંધનીય છે કે, તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 સૈન્યકર્મીઓના દેહાંત થયા હતા.

આ ઘટનાથી દેશે સીડીએસ જનરલ બિપિન રાવત સહિતના રાષ્ટ્ર યોદ્વાઓ ગુમાવ્યો છે. જે એક અપૂર્ણિય ખોટ કહી શકાય. માતૃભૂમિની સેવા અને તેની રક્ષા માટેની પ્રતિબદ્વતા હંમેશા યાદ રહેશે.