Site icon Revoi.in

બહારથી અમદાવાદમાં આવનારા લોકોને હવે આ ડોક્યુમેન્ટ હશે તો જ મળશે પ્રવેશ

Social Share

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે. તેને જોતા હવે સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે અમદાવાદના તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલા હોય અને તે નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં પ્રવેશ કરતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજીયાતપણે કરવાનું રહેશે. 5 મેથી આ જાહેરનામાનો અમલ થશે. 5મેથી રોજ શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RT-PCR કરાવવાનો રહેશે નહીં તે મુજબનો નિર્ણય કરાયો છે.

પરિપત્ર અનુસાર, અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવવા ઇચ્છતા વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેને જ અમદાવાદમાં પ્રવેશ મળશે.

નોંધનીય છે કે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 5 એપ્રિલની પ્રેસનોટ રદબાતલ કરવામાં આવે છે અને 27 માર્ચના હુકમનું પાલન કરવાનું રહેશે. 5 એપ્રિલે પોતાનો જ નિર્ણય એએમસીએ રદ કર્યોછે.

(સંકેત)