Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં M.Com માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ, 16 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. યુનિ સંલગ્ન પ્રથમ વર્ષ બીએ, બીકોમ, બીએસસી. બીબીએ, બીસીએ, સહિત જુદી જુદી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી બાદ હવે અનુસ્નાતકના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ માટે રજિસ્ટેશન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં એમ.કોમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેનું મેરિટલિસ્ટ 16મી જુલાઈ જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં અનુસ્નાતક વાણિજ્ય વિદ્યાશાખામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. UG કોમર્સમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે PG કોમર્સ એટલે M.comમાં એડમિશન માટે બુધવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. યાને  રજીસ્ટ્રેશન શરૂ થયું છે જે પૂરું થતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને 16 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિ, દ્વારા એમકોમમાં પ્રવેશ માટે 6ઠ્ઠી જુલાઈથી 11 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. 6 જુલાઈથી 12 જુલાઈ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે. 16 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.21 જુલાઈએ મોક રાઉન્ડ માટે ફાઇનલ મેરીટ લિસ્ટ અને કોલેજ ફાળવણી કરવામાં આવશે. 21 અને 22 જુલાઈએ વિદ્યાર્થીઓએ કોલેજ પસંદ કરવાની રહેશે. 25 જુલાઈએ કોલેજ ફાળવવામાં આવશે. 25 થી 27 જુલાઇ સુધી એડમિશન ફાળવેલા વિદ્યાર્થીઓને ઓનલાઇન ફી ભરવાની રહેશે. 30 જુલાઈ બાદ પીજીમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે. બીકોમ કર્યા બાદ ઘણાબધા વિદ્યાર્થીઓ એમકોમ કરવા ઈચ્છતા હોય છે. સમયસર પ્રવેશ કાર્યવાહી શરૂ થતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.