Site icon Revoi.in

નિયમિત સૂર્ય નમસ્કારથી ચામડી સહિતના વિવિધ રોગથી મળે છે છુટકારો

Social Share

જો આપને કસરત અને યોગ કરવાનો સમય નથી મળતો તો આપે દરરોજ સૂર્ય નમસ્કાર કરવા માટે 10 મિનિટ જેટલો સમય કાઢવો જોઈએ. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી તદુંરસ્ત રહેવાની સાથે અનેક બીમારીથી બચી શકાય છે. સૂર્ય નમસ્કારના 12 ચરણ છે.

સવારના સૂર્યના કિરણો સૂર્ય નમસ્કાર ધ્વનિ, આસન અને મુદ્રાનો સંયોગ છે. ભારત સહિત દુનિયાભરમાં સૂર્ય નમસ્કાર લોકપ્રિય છે. સૂર્ય નમસ્કારથી તન, મન અને પાણી એમ ત્રણેયને શાંતિ અને શક્તિ મળે છે.

સૂર્ય નમસ્કાર મારફતે ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે અથવા ચામડીના રોગ થવાની સંભાવનાઓ ઓછી થાય છે. એટલું જ નહીં પાચન તંત્રની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તેમજ શરીરની તમામ નસો ક્રિયાશીલ થઈ જાય છે. જેથી આળસ, અતિનિદ્રા અને વિકાર દૂર થાય છે. સૂર્ય નમસ્કારની ત્રીજી અને પાંચમી સ્થિતિમાં સર્વાઈકલ-સ્લિપ ડિસ્કવાળી બીમારીઓ માટે વર્જિત છે.

આ સ્થિતિ પહેલી સ્થિતની જેમ છે. સૂર્ય નમસ્કારની ઉપરની તમામ સ્થિતિ આપણા શરીરના સંપૂર્ણ અંગોને વિકૃતિઓ દૂર કરીને નિરોગી રાખે છે. આ પૂરી પ્રક્રિયા અત્યધિક લાભકારી છે.