Site icon Revoi.in

કોરોનામાં રાહત: બીજી લહેરનો જુલાઈ સુધીમાં આવી શકે છે અંત : એક્સપર્ટ્સ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના કેસ જે રીતે દેશમાં હવે કાબૂમાં આવી રહ્યા છે તેને જોઈને જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, કોરોનાવાયરસની ભયંકર બીજી લહેરનો જૂલાઈ સુધીમાં અંત આવી શકે છે. કોરોનાવાયરસના કેસ 17 જેટલા રાજ્યોમાં ઘટી રહ્યા છે જે લોકો માટે રાહતના સમાચાર છે.

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના 9 રાજ્યોમાં હવે નવા કેસોમાં ઘટાડો આવતો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા ખૂબ જ પ્રભાવિત રાજ્ય પણ છે અને આ બાબતે સંક્રામક બીમારીના એક્સપર્ટ્સનું કહેવું છે કે ભલે અત્યારે કેસ ઓછા દેખાઈ રહ્યા હોય પરંતુ બીજી લહેરનો અંત થવામાં હજુ થોડાક મહિના લાગશે.

જાણકારો દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોરોનાવાયરસની ત્રીજી લહેરને રોકવી હોય તો તેના માટે તમામ લોકોએ તકેદારી અને સતર્કતા દાખવવી પડશે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર તો હાલ તમામ પ્રયાસ કરી રહી છે, પંરતુ લોકોએ પણ સરકારનો સાથ આપીને સંક્રમણથી બચવાનો પ્રયાસ કરવો પડશે. દેશમાં બીજી લહેરના પ્રચંડ પ્રકોપની પાછળ નવો વેરિયન્ટ પણ જવાબદાર હોઈ શકે છે પરંતુ એ વાતના સંકેત નથી કે તે વધુ ઘાતક છે.