Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ : રાજકોટની કંઇ સીટ પર કોણ આગળ

Social Share

રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આજે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે.

રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ ભાજપ

રાજકોટ વેસ્ટ ડો.દર્શિતા શાહ ભાજપ

રાજકોટ સાઉથ રમેશ ટીલાળા ભાજપ

રાજકોટ રૂરલ(SC) ભાનુબાબરીયા ભાજપ

જસદણ કુંવરજીભાઈ બાવળીયા ભાજપ

ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ

જેતપુર જયેશ રાદડિયા ભાજપ

ધોરાજી મહેન્દ્ર પાડલીયા ભાજપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઇ દરેક ગુજરાતીમાં અનેરી સુતા જોવા મળી રહી છે ત્યારે ધોરાજી બેઠક પર ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત થઇ છે . ડો . મહેન્દ્ર પાડવીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,ભાજપની બહુમતીથી જીત થશે અને કોંગ્રેસની સર નિશ્ચિત છે .

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.ધોરાજી કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર સોરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહ્યું છે.અને આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે.

જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાની જંગી લીડ સાથે જીત થઈ છે .10 રાઉન્ડને અંતે જયેશ રાદડીયાને 39000 ની લીડ સાથે જીત થઈ છે.

જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે હાર સ્વીકારી છે.

ગોંડલમાં ગીતાબા જાડેજાના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા . અને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી હતી.24000 થી વધુ મતથી આગળ ભાજપના ગીતાબા જાડેજા હોવાનું જણાઈ રહ્યું છે.જેને લઈએ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો , પુના , મુંબઈ,નાસિકથી બેન્ડ બાજા પાર્ટી બોલાવી હતી . ‘