નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ભરતપુરમાં ગાઢ ધુમ્મસને કારણે આગ્રા-જયપુર હાઇવે પર એક સ્લીપર બસ પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાતા ચાર મુસાફરોના મોત થયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા.
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આગ્રા-જયપુર નેશનલ હીઈવે પર ગાઢ ધુમ્મસ વચ્ચે સ્લીપર બસ એક સ્થિર ટ્રેલર ટ્રક સાથે અથડાતાં માતા અને પુત્ર સહિત ચાર લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકોમાં એક મહિલા અને તેનો આઠ વર્ષનો પુત્ર શામેલ છે.
રાત્રે ઉત્તર પ્રદેશના કાસગંજથી જયપુર આવી રહેલી બસ શિવર પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. શિવર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, “ઘાયલોને આરબીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે.” મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને તેમના આગમન પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે ગાઢ ધુમ્મસ હતું. પોલીસે જણાવ્યું હતું કે ટ્રેલર ટ્રક ખરાબ થઈ ગયો હતો અને તેને રસ્તા પર કોઈ બેરિકેડ કે ચેતવણી ચિહ્નો વિના પાર્ક કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: UGCના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સમાનતાના અધિકાર પર CJIની મહત્વની ટિપ્પણી

