વોશિંગ્ટન ડીસી, 25 એપ્રિલ, 2026: RSS સમગ્ર સમાજને સંગઠિત અને રાષ્ટ્ર માટે કામ કરવા પ્રોત્સાહિત કરે છે તેમ શ્રી દત્તાત્રેય હોસાબલે અહીં જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે હાલ અમેરિકાની મુલાકાતે છે. તેમણે જણાવ્યું હતું કે RSS છેલ્લા 100 વર્ષથી સમાજને સંગઠિત કરવાનું, લોકોને રાષ્ટ્ર માટે કાર્ય કરવા પ્રોત્સાહિત કરવાનું અને સામાજિક સેવામાં જોડાવાનું કાર્ય કરી રહ્યું છે.
અમેરિકામાં શિક્ષણવિદો, થિંક ટેન્ક્સ અને ભારતીય ડાયસ્પોરા સાથેની વાતચીત દરમિયાન તેમણે સંઘની વિચારધારા અને તેના રાષ્ટ્રનિર્માણના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી દત્તાત્રેય હોસાબલેએ અમેરિકામાં બે સેમિનારમાં ભાગ લીધો હતો અને અમેરિકન સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ કર્યો હતો.
લોકો ભારતની સામાજિક-સાંસ્કૃતિક સ્થિતિ
તેમણે કહ્યું, “મને લાગે છે કે તેમાંથી મોટાભાગના લોકો ભારતની સામાજિક-સાંસ્કૃતિક સ્થિતિ અને સમાજના વિવિધ પાસા વિશે કદાચ જાણતા નથી. ઘણીવાર ખોટી સમજણ, માહિતીનો અભાવ અને સંવાદની કમીને કારણે ખોટી ધારણાઓ બંધાતી હોય છે. તેથી મેં વિચાર્યું કે તેમની સાથે સીધો સંવાદ કરવો વધુ સારું રહેશે.”
સંઘની કાર્યપદ્ધતિ અને સામાજિક ભૂમિકાસંઘ વિશેની ધારણાઓ અંગે વાત કરતા હોસાબલેએ સ્પષ્ટ કર્યું કે, “RSS એ લોકોનું સામાજિક-સાંસ્કૃતિક આંદોલન છે જે સ્વયંસેવકો તૈયાર કરે છે અને તેઓ રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં જોડાય છે.” તેમણે હડસન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ‘ન્યૂ ઇન્ડિયા’ કોન્ફરન્સમાં પણ સંઘનાં કાર્યો વિશે ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા?
સરકાર્યવાહ બે કોન્ફરન્સ માટે અમેરિકા ગયા હતા. જે પૈકી એક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેમ્પસમાં ‘ગ્લોબલ સાયન્સ ઇનોવેશન ફોરમ’ (GSIF) હતી. ત્યાં તેમને વિજ્ઞાન, સમાજ અને સભ્યતાના નેતૃત્વ પર બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, મને લાગ્યું કે હિન્દુ સમાજ અને હું જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરું છું તેના વતી આ વાત રજૂ કરવાની આ એક સારી તક હતી.”
વિજ્ઞાન અને નૈતિકતા GSIF સમિટમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પ્રગતિનું મૂલ્યાંકન માત્ર આર્થિક પરિણામો દ્વારા નહીં, પરંતુ અર્થતંત્ર, ઇકોલોજી (પર્યાવરણ) અને એથિક્સ (નૈતિકતા) ના વ્યાપક દૃષ્ટિકોણથી થવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો પરંપરાગત જ્ઞાનને યોગ્ય રીતે સમજવામાં નહીં આવે, તો ભૂતકાળની તમામ વૈજ્ઞાનિક શોધોને માત્ર અંધશ્રદ્ધા ગણીને નકારી દેવામાં આવશે.
ભારતની સભ્યતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ
વોશિંગ્ટન ડીસી મેટ્રો એરિયામાં ઇન્ડો-અમેરિકન કોમ્યુનિટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હોસાબલેએ ભારતની સભ્યતા અને વૈશ્વિક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “ભારત જ્યારે સમગ્ર વિશ્વને એક પરિવાર (વસુધૈવ કુટુંબકમ્) માને છે, ત્યારે તે અનુભવ અને અભ્યાસના આધારે કહે છે. ભારતીયો જ્યાં પણ ગયા છે, તેમણે તે ભૂમિના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતને એક આત્મવિશ્વાસપૂર્ણ, સમૃદ્ધ અને એકતા ધરાવતો સમાજ બનાવવાની જરૂર છે, જેથી તે વિશ્વની સેવા કરી શકે. આ માટે સાંસ્કૃતિક મૂલ્યો અને સભ્યતાના પાયા પર ટકેલી આધુનિકતાને સ્વીકારવી અનિવાર્ય છે.
મુસ્લિમ સમાજ સાથે સંવાદ અને આંતરિક સુરક્ષાભારતમાં મુસ્લિમ સમાજ અંગેના પ્રશ્ન પર હોસાબલેએ કહ્યું કે, “ભારતના 99.9% મુસ્લિમો ભારતીય મૂળના હિન્દુઓના વંશજ છે. તેઓએ પૂજા પદ્ધતિ બદલી હશે પરંતુ તેમની રાષ્ટ્રીયતા કે મૂળ બદલાયા નથી. આથી મુસ્લિમ નેતૃત્વ સાથે સતત અને વ્યાપક સંવાદ જરૂરી છે, જે સંઘ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યું છે.”
આંતરિક સુરક્ષા અંગે તેમણે પૂર્વી સરહદ પરથી ગેરકાયદે ઘૂસણખોરી અને તેના કારણે થતા વસ્તી વિષયક (Demographic) ફેરફાર સામે ચેતવણી આપી હતી, જે સામાજિક તણાવ પેદા કરી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત ખૂબ જ જલ્દી વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવવા માટે સક્ષમ બનશે અને પરિવાર વ્યવસ્થા, યોગ અને પ્રાણાયામ જેવા અનેક મુદ્દાઓ પર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

