Site icon Revoi.in

RSSની માનવસેવાઃ કચ્છમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓની અંતિમવિધીની જવાબદારી ઉઠાવી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.આવી વિકટ સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સેવકો સેવા માટે આગળ આવ્યા છે. કચ્છમાં કોરોના કારણે થયેલા મોત બાદ લાશની અંતિમ વિધિની જવાબદારી RSSના સ્વંયસેવકોએ સંભાળી છે. ખારી નદી અને સુખપર ખાતે આવેલા સ્મશાનમાં  આવતી તમામ લાશની કોવિડ ગાઈડ અને ભારતીય સંસ્કૃતિ મુજબ અંતિમવિધિ કરવામાંઆવી રહી છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય  સ્વંય સેવક સંઘની મહિલા પાંખ પણ કામગીરીમાં જોડાઈ છે. આ મહિલાઓ લાશની અંતિમવિધિ માટે લાકડાં ગોઠવી આપે છે. તો કેટલીક યુવતીઓ પોતાના હાથે અગ્નિદાહ  આપી દેશ સેવાનું અનોખું ઉદાહરણ પુરી પાડી રહી છે.

રાજ્યમાં કોરોનાની મહામારીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( આરએસએસ) કોવિડના દર્દીઓની મદદે આવી રહ્યા છે. રાજકોટમાં પણ સંઘના કાર્યકર્તાઓ સેવાના કામે લાગી ગયા છે. કોરોના મહામારી સમયે આરએસએસ સ્વયંસેવકો દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. જેમાં દિવસ-રાત જોયા વિના સ્વયં સેવકો કોરોના મોત થયેલા લોકોના મૃતદેહોની અંતિમવિધિ કરી રહ્યા છે. કોરોનામાં મોત થયેલા સ્વજનની લાશની અંતિમવિધિ માટે  પરિવાર પણ આગળ આવતો નથી. ત્યારે આવા કપરા સમયમાં સ્વંયસેવકો રાત – દિવસ જોયા વગર સ્મશાન આવતી તમામ લાશ ભારતીય સંસ્કૃતિ મુજબ  અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.