Site icon Revoi.in

રૂપિયો ઐતિહાસિક સ્તરે ગગડ્યો: પ્રથમ વખત ડોલર સામે રૂ. 93 ને પાર, મોંઘવારી વધવાની આશંકા

Social Share

મુંબઈ, 20 માર્ચ 2026: શુક્રવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હોવા છતાં, કરન્સી માર્કેટમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો તેના ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો 93 ના સ્તરને પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે કાચા તેલની વધતી કિંમતો અને વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી આ ઘટાડા માટે મુખ્ય જવાબદાર છે.

ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં આજે રૂપિયો ડૉલર સામે 92.92 પર ખુલ્યો હતો. પરંતુ જોતજોતામાં તે વધુ ગગડીને 93.08 ના સ્તરે પહોંચી ગયો હતો. અગાઉ બુધવારે રૂપિયો 92.89 પર બંધ રહ્યો હતો (ગુરુવારે ગુડી પડવા નિમિત્તે બજાર બંધ હતું). ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભંસાલીના જણાવ્યા અનુસાર, હાલમાં રૂપિયો અત્યંત નબળો દેખાઈ રહ્યો છે અને માત્ર આરબીઆઈ દ્વારા ડૉલરનું વેચાણ જ તેને વધુ પડતો ગગડતા બચાવી રહ્યું છે.

રૂપિયાના આ ઐતિહાસિક ઘટાડાને કારણે ‘ઈમ્પોર્ટેડ મોંઘવારી’ વધવાની પૂરેપૂરી શક્યતા છે. વિદેશથી આવતી વસ્તુઓ જેવી કે ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી અને કાચું તેલ મોંઘુ થશે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, તેથી રૂપિયાના ઘટાડાથી ઈંધણના ભાવ વધી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણે છે તેમની ફી મોંઘી થશે અને ફોરેન ટ્રિપનું બજેટ પણ ખોરવાશે.

આ પણ વાંચોઃ DGCAની એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ માર્ગો ટાળવા સૂચના

Exit mobile version