Site icon Revoi.in

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર રશિયન હુમલામાં યુક્રેનના ખાર્કિવને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 18 ઐતિહાસિક સ્થળોને નુકસાન થયું છે.

યુક્રેનની સરહદથી 30 કિમી દૂર રશિયન શહેર બેલ્ગોરોડ પર હવાઈ હુમલાનો યુક્રેને ઈન્કાર કર્યો છે. યુક્રેનના એક ટોચના સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે રશિયન ઓઈલ ડેપો પર હુમલા પાછળ યુક્રેનિયન હેલિકોપ્ટરનો હાથ નથી. જો કે, એક દિવસ પહેલા, રશિયન ગવર્નરે કહ્યું હતું કે યુક્રેનિયન હેલિકોપ્ટરોએ ઓઇલ ડેપો પર હુમલો કર્યો હતો.

આજે રુસો-યુક્રેન યુદ્ધનો 38મો દિવસ છે. બંને દેશો હજુ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. એક તરફ રશિયા ત્યાં હુમલો નહીં કરવાનું વચન આપીને પણ કિવ પર ગોળીબાર કરી રહ્યું છે ત્યારે પહેલીવાર યુક્રેન દ્વારા પણ રશિયન સરહદમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. રશિયન ગવર્નરે દાવો કર્યો હતો કે યુક્રેને ઓઈલ ડેપો પર હુમલો કર્યો હતો. જો કે યુક્રેન દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે.

અમેરિકી ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકા યુક્રેનને રાસાયણિક હથિયારો પણ આપી શકે છે. આ સિવાય અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય માટે 300 મિલિયન ડોલરનું વચન આપ્યું છે.