1. Home
  2. Tag "military action"

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની અન્ય દેશોને ચેતવણી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે બે મહિનાથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના કીવ અને ખારકીવ સહિતના વિસ્તારોમાં સતત હુમલા કરી રહી છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધને લઈને દરમિયાનગીરી કરનારા દેશોને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, યુદ્ધમાં અન્ય બીજા દેશની દખલગીરી સહન નહીં કરાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમની પાસે […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીને પગલે પ્રતિબંધો ફરમાવનારા દેશો સામે રશિયન રાષ્ટ્રપતિ પુતીનનું એકશન

નવી દિલ્હીઃ યુક્રેન સામે બે મહિના પહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. હજુ પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અમેરિકા અને યુકે સહિત અનેક દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. યુદ્ધના બે મહિના બાદ પ્રતિબંધ ફરમાવનાર દેશ સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને એક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ પોલેન્ડ […]

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને ઝડપથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવા ઝેલેન્સ્કીની વિનંતી

નવી દિલ્હીઃ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં એકત્ર થયેલા યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેનને સંધમાં તાત્કાલિક સામેલ કરવાના આવેદન ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને જર્મની અને હંગેરીને અપીલ કરી હતી કે તેઓ ફેડરેશનમાં યુક્રેનની સદસ્યતાને રોકવાનો પ્રયાસ ન કરે. આનું કારણ એ છે કે હંગેરિયન પ્રમુખ ઓર્બનને EU નેતાઓમાં રશિયન […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીથી રશિયાને નુકસાનઃ 10 દિવસ સુધી ચાલે તેટલા જ હથિયાર

નવી દિલ્હીઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સ્થિતિ હવે ધીરે-ધીરે કથળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે, રશિયા 10 થી 14 દિવસ સુધી આ યુદ્ધ લડવાની સ્થિતિમાં છે. લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, રશિયા માટે જમીન પકડી રાખવી મુશ્કેલ બની રહી છે. રશિયામાં લડવા માટે માનવબળ અને ઉર્જા બંનેની અછત છે. બ્રિટિશ અધિકારીના જણાવ્યા […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વિરોધમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધને પગલે રશિયાએ આપી ધમકી

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ નાખ્યાં છે. પ્રતિબંધોની ચિંતા કર્યા વિના રશિયા સતત બોમ્બ મારો અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ નાખવામાં આવેલા આકરા પ્રતિબંધથી રશિયા વધારે ઉશ્કેરાયું છે. તેમજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને આકાશમાં જ ઉડાવી દેવાની ધમકી […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનમાંથી 20 લાખ લોકોએ દેશ છોડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી 14 દિવસ પહેલા શરૂ કરી હતી. આજે પણ રશિયાની સૈન્યએ કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર બોમ્બ મારો ચાલુ રાખ્યો હતો. દરમિયાન બીજી તરફ યુદ્ધને પગલે લોકોમાં ભય ફેલાયો છે. જેના પગલે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ દેશ છોડ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ યુક્રેનના પડોશી દેશોમાં […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને નાટોના સભ્ય નહીં બનવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ નાટોના સભ્ય નહીં બનવાનો નિર્ણય લીધો છે. તેમજ જેલેંસ્કીએ નાટોની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેન હવે નાટોનું સભ્યપદ નહીં લે, તેઓ અલગ-અલગ રશિયન સમર્થિત વિસ્તાર ડોનેટ્સ્ક અને લુગાંસ્કની સ્થિતિ ઉપર […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 લોકો ઉપર ન્યૂઝીલેન્ડે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કહેલી સૈન્ય કાર્યવાહીનો આજે નવમો દિવસ છે. રશિયાએ કરેલા હુમલાને પગલે વિશ્વના ઘણા દેશો દ્વારા રશિયા પર સતત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે. રશિયાને સંપૂર્ણપણે અલગ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code