Site icon Revoi.in

સલમાન ખાન અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ ની તૈયારીમાં જોવા મળ્યાઃ સોશિયલ મીડિયા પર બોડી બનાવતો વીડિયો કર્યો શરે

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન આમ તો સાશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એક્ટિવ રહેતા હોય છે ત્યારે હવે લોંગ ટાઈમ બાદ સલમાન ખાને પોતાનો વર્કઆઇટનો એક ખાસ વીડિયો શેર કર્યા છે,અભિનેતાએ પોતાની બોડી બનાવતા વીડોને શેર કરીને કેપ્શનમાં  ફિલ્મ ટાઈગર 3 ના શૂટિંગ તરફ ઈશારો કર્યો છે, જો કે,સલમાનના ઓ બોડી બનાવતા ફોટોના ચાહકો દિવાના થયા છે, સોશિયલ મીડિયા પર જબરદસ્ત તારીફ વરસી રહી છે.ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ નું શૂટિંગ આ મહિનાથી શરૂ થવા જઈ રહ્યું છે. સલમાન આ માટે જબરદસ્ત તૈયારી કરી રહ્યા છે.

સલમાન ખાન તેના ચાહકો તેનો તાજેતરનો વીડિયો જોઈને ખુશ થયા છે. તેની ફિલ્મ ‘ટાઇગર 3’ જબરદસ્ત એક્શનથી ભરેલી હશે. સલમાન આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ફિલ્મમાં એક શર્ટલેસ સીન હશે અને ચાહકોને તેમની બોડી જોવા મળશે. સલમાન ખાને એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે વર્કઆઉટ કરી રહ્યો છે. આ વિડિઓમાં તેનું મસ્ક્યૂલર બોડી દેખાી રહ્યું છે.

વીડિયોમાં સલમાન ખાનનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી પરંતુ ઝલક અને શરીર સ્પષ્ટ કરે છે કે તે ત્યાં છે. રિપોર્ટ્સ મૂજબ, આ ફિલ્મમાં સલમાનની સાથે ઈમરાન હાશ્મી અને કેટરીના કૈફ પણ જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે તેમાં શાહરૂખ ખાન કેમિયોમાં જોવા મળશે. સલમાન અને શાહરૂખને એક સાથે સ્ક્રીન પર જોવા ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.