Site icon Revoi.in

સંદેશખાલી કેસ: શાહજહાં શેખને તાત્કાલિક એરેસ્ટ કરો, મમતા સરકારને હાઈકોર્ટનો ઠપકો

Social Share

કોલકત્તા : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને ઠપકો આપતા કહ્યું છે કે ટીએમસીના બાહુબલી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના ગુર્ગા તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી જમીન હડપી લેતા હતા. શાહજહાં શેખના ઠેકાણાઓ પર પહોંચેલી ઈડીની ટીમ પર થયેલા હુમલા બાદથી જ તે ફરાર છે. શાહજહાં શેખ તરફથી ફાઈલ અરજીમાં ધરપકડ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

કોલકત્તા હાઈકોર્ટે સંદેશખાલી મામલાને ધ્યાને લેતા સુનાવણી શરૂ કરી છે. જજે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને બંગાળના અન્ય બે મંત્રીઓની ટીપ્પણી પર પણ આકરું વલણ અખત્યાર કરતા કહ્યું છે કે કોર્ટે ક્યારેય શાહજહાં શેખની ધરપકડ પર રોક લગાવી નથી. તેની ધરપકડ થવી જોઈએ.

અભિષેક બેનર્જીએ રવિવારે કહ્યુ હતુ કે ફરાર નેતા શાહજહાં શેખની ધરપકડમાં વિલંબ અદાલતના કારણે થઈ રહ્યો છે. તેમણે કહ્યુ હતું કે શાહજાં શેખને અદાલત દ્વારા સુરક્ષિત કરાય રહ્યો છે, જેથી સંદેશખાલીનો મુદ્દો બનેલો રહે. તેમણે કહ્યુ છે કે જ્યારે ટીએમસી નેતાઓ પાર્થ ચેટર્જી અને જ્યોતિપ્રિય મલ્લિકને એરેસ્ટ કરી લેવામાં આવ્યા, તો આખરે શાહજહાં શેખ કોણ છે. તેને તો તાત્કાલિક એરેસ્ટ કરી લેવો જોઈતો હતો.

રાશન ગોટાળાના મામલામાં ઈડીની ટીમ શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા કરવા પહોંચી હતી. તેના પછી શાહજહાંના સહયોગીઓએ ઈડીના અધિકારીઓ પર હુમલા કર્યા હતા. તેના પછી કોલકત્તા હાઈકોર્ટે ઈડી અને રાજ્ય પોલીસના અધિકારીઓને મળીને એક તપાસ દળ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. ઈડીએ કેટલાક દિવસો બાદ આના પર રોક લગાવવાની માગણી કરી હતી, તો હાઈકોર્ટે તેને મંજૂર કરી હતી. તેના પછી ઈડી અને રાજ્ય પોલીસ બંનેએ સ્વતંત્ર તપાસની મંજૂરી માંગી હતી. ખંડપીઠે 7 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આદેશમાં રાજ્ય પોલીસની તપાસ પર રોક લગાવી દીધી હતી.