Site icon Revoi.in

ખિચડી ગોટાળાના સરદાર છે સંજય રાઉત, નિરુપમનો ઉદ્ધવ ઠાકરે જૂથ પર મોટો આરોપ

Social Share

મુંબઈ: કોંગ્રેસને અલવિદા કહી ચુકેલા સંજય નિરુપમ હવે ઉદ્ધવ ઠાકરે કેમ્પને ઘેરતા દેખાય રહ્યા છે. તેમણે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર ખિચડી ગોટાળાના સરદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે શિવસેના-ઉદ્ધવ બાળાસાહેપબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકારની ધરપકડની માગણી કરી છે. તાજેતરમાં ઈડીએ કીર્તિકારને નોટિસ મોકલી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે આરોપ લગાવ્યો છે કે આ ગોટાળામાં રાઉતના પરિવારે એક કરોડ રૂપિયાની દલાલી લીધી છે. તેમણે કહ્યુ છે કે આ ગોટાળામાં વધુ લોકો પણ છે. નિરુપમનો આરોપ છે કે રાઉતે પત્ની, પુત્ર અને ભાઈના નામ પર રૂપિયા લીધા છે. તેમણે કહ્યુ છે કે સહ્યાદ્રી રિફ્રેશમેન્ટને 6 કરોડ રૂપિયાનો ઠેકો મળ્યો હતો અને રાઉત તથા તેમના મિત્રોને એક કરોડ રૂપિયા મળ્યા છે.

કોંગ્રેસના પૂર્વ નેતાનો આરોપ છે કે તેમણે (રાઉતે) પુત્રી વિધિતા સંજય રાઉતના નામે ચેક દ્વારા લાંચ લીધી છે, જે ખુદ માસૂમ છે અને આ તમામ બાબતો સંદર્ભે જાણતી નથી. સમન મળ્યા બાદ કીર્તિકાર પણ ઈડીની સામે રજૂ થઈ ચુક્યા છે. ખાસ વાત એ છે કે ખિચડી ગોટાળામાં આરોપોનો સામનો કરનારા રાઉત શિવસેના-યુબીટીના બીજા નેતા છે.

નિરુપમે કહ્યુ છે કે કીર્તિકાર તો ખિચડી ચોર છે અને રાઉત પણ ખિચડી ચોર છે. તેમણે કહ્યુ છે કે જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈ કરી રહ્યા હતા, ત્યારે આ ગોટાળો થઈ રહ્યો હતો. તેમમે માગણી કરી છે કે જો ઈડી ખિચડી ગોટાળાની તપાસ કરી રહી છે, તો તેમણે સંજય રાઉતને પણ એરેસ્ટ કરવા જોઈએ.