Site icon Revoi.in

દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં ‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મના દ્રશ્યો સર્જાયાઃ સાજા થયેલા દર્દીને અપાય છે જાદુની ઝપ્પી

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમી પડી રહી છે અને હવે દર્દીઓ મોટી સંખ્યામાં સાજા થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં સાજા થયેલા દર્દીને તબીબે જાદુની ઝપ્પી આપીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ અભિનેતા સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને જાદુની ઝપ્પી આપતો હતો. આવા જ ભાદુક દ્રશ્યો દિલ્હીની ગુરીદ્વારા રકાબ ગંજમાં સર્જાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના ગુરૂદ્વારા રકાબ ગંજમાં આવેલી ગૂરૂ તેજ બહાદુર કોવિડ કેર સેન્ટરમાં કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દરમિયાન હોસ્પિટલાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતા. જયારે દર્દીએ ઘર જતી વખતે ડોકટરને જાદુઈ ઝપ્પી આપી તો ત્યાં હાજર બધા લોકો ભાવુક બની ગયા હતા કોવિડ પીડિત બબીતાનું ઓકિસજન લેવલ ઘટવા લાગતા તેને કેટલાંક દિવસ પહેલા દાખલ કરાઈ હતી. જયારે તેની તબિયત સુધરી ગઈ અને ઘેર જવા રજા મળી તો જતી વખતે તેણે ડો.અંકિતા ગોયલને ગળે લગાડયા હતા. ઘર જેવા માહોલ માટે ત્યાં હાજર ડો.રંજીત વર્મા, ડો.અવિનાશ કુમાર, બધા સેવાદારોનો પણ આભાર માન્યો. જયારે અન્ય દર્દી સુરેન્દ્રસિંહને રજા મળી તો તેણે વ્હીલચેર પર બધા ડોકટરો દર્દીઓને બાય બાય કર્યું બધા લોકો સાથે હાથ પણ મિલાવ્યો.

Exit mobile version