Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા.

પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. આ અભિયાન દરમિયાન અથડામણ શરુ થઈ, જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા 3 આતંકવાદીઓની ઓળખ સ્થાનિક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ તરીકે થઈ છે. આતંકવાદીઓની ઓળખ દાનિશ ખુર્શીદ ભટ, તનવીર વાની અને તૌસીફ ભટ તરીકે થઈ છે. આ આતંકીઓ અગાઉ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતા. એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે આમાંથી દાનિશ નામનો આતંકવાદી શોપિયાંમાં યુવાનોને ફસાવીને આતંકવાદી બનાવવાનું કામ કરતો હતો.